નવી દિલ્હી, તા. 30 : રક્ષા મંત્રી રાજનાથ સિંહે સાફ કહી દીધું છે કે ઓપરેશન સિંદૂર કોઈ વસ્તુની કમીનાં કારણે નહીં પણ ભારતની મરજી અને શરતો સાથે રોકવામાં આવ્યું હતું. સાથે જ રક્ષા મંત્રીએ કહ્યું હતું કે, ભારતીય સેના જરૂર પડે તો ગમે તેટલું લાંબુ યુદ્ધ કરવા પણ તૈયાર હતી. રક્ષા મંત્રીએ કહ્યું હતું કે, તેઓ ફરીથી સ્પષ્ટ કરી દેવા માગે છે કે ઓપરેશન સિંદૂર કોઈ ક્ષમતાના કારણે રોકાયું નહોતું પણ ભારતે પોતાની શરતે અને મરજી ઉપર ઓપરેશન રોક્યું હતું.