જયપુર, તા.30 : ઉપરાઉપરી ત્રણ હાર સહન કરનાર દિલ્હી કેપિટલ્સ હવે શુક્રવારના મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ ટીમે ફરી તેનો વિજયક્રમ હાંસલ કરી લીધો છે અને પાછલા બે મેચમાં સારી જીત નોંધાવી છે. આથી રાજસ્થાન રોયલ્સની નજર ફરી એકવાર વિજયની હેટ્રિક પર હશે જ્યારે હારની હેટ્રિક બાદ દિલ્હી કેપિટલ્સનું લક્ષ્ય વિજયક્રમ પર વાપસીનું રહેશે.
આ સીઝનમાં
પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર રાજસ્થાન રોયલ્સના બોલર જોફ્રા આર્ચર સામે દિલ્હીના
ટોપ ઓર્ડર બેટર્સની કસોટી થશે. અક્ષર પટેલની આગેવાનીમાં દિલ્હી ટીમનું પ્રદર્શન અચાનક
નીચે આવી ગયું છે. એક મેચમાં તે 264 રનનો સ્કોર કરે છે અને બીજા મેચમાં 7પ રનમાં ઓલઆઉટ
થઈ જાય છે. ટીમ હજુ સુધી યોગ્ય ઇલેવનની શોધ કરી શકી નથી. ઇજાને લીધે એનગિડી રમી રહ્યો
નથી. જેની ખોટ દિલ્હીને વર્તાઈ રહી છે. જો કે સારી વાત એ છે કે રાજસ્થાન સામેના મેચથી
મિચેલ સ્ટાર્ક વાપસી કરી શકે છે.
બીજી
તરફ રાજસ્થાન રોયલ્સ ગુમાવેલ ફોર્મ હાંસલ કરી વિજય ક્રમ પર છે. જો કે આ ટીમ વિવાદમાં
સતત રહે છે. તેનો કપ્તાન પરાગ ઇ-સિગારેટ ફૂંકતો ઝડપાયો છે. ટીમનો 1પ વર્ષીય બેટર વૈભવ
સૂર્યવંશી શાનદાર ફોર્મમાં છે. બાકીના બેટર્સ તેમના ફોર્મમાં ઉપર-નીચે થતા રહે છે.