• બુધવાર, 13 મે, 2026

પોરબંદરમાં ગુજસીટોક હેઠળના ગુનામાં ‘મયલો’ અને તેની ગેંગના 4 ઝડપાયા

પોરબંદર, તા.10 : પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનામાં મોટી સફળતા મેળવી છે. છેલ્લાં 10 વર્ષથી “સંગઠિત ગુના ગેંગ’’ તરીકે કાર્યરત મયુર ઉર્ફે મયલો હરદાસભાઈ ઓડેદરાની ટોળકીના ચાર આરોપીઓને પોલીસે વનાણા ટોલનાકા પાસેથી દબોચી લીધા છે. જૂનાગઢ રેન્જ આઇજી અને પોરબંદર એસપીની સૂચના હેઠળ એલ.સી.બી.ની બે ટીમ બનાવી આ ગંભીર ગુનાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા ચક્રગતિમાન કર્યા હતા.

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપીઓ કાળા કલરની એન્ડેવર કારમાં રાજકોટ-પોરબંદર હાઇ વે પરથી પસાર થવાના છે. આ હકીકતના આધારે વોચ ગોઠવી પોલીસે મયુર ઉર્ફે મયલો, વિશાલ ઉર્ફે વાકી ડોક, માલદે ઉર્ફે જગીરો અને રવિ મુછાળની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ માટે રાણાવાવ નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક