પાંચમા ક્રમની ચીની ખેલાડીને 35 મિનિટમાં હાર આપી
ટોક્યો,
તા.16 : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ચીનની વિશ્વની પાંચમા ક્રમની ખેલાડી હાન યૂ વિરુદ્ધ
બે સીધી ગેમમાં સંગીન જીત હાંસલ કરીને જાપાન ઓપન સુપર-7પ0 બેડમિન્ટન ટૂર્નામેન્ટના
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. વર્તમાન સીઝનમાં સિંધુનો આ સર્વશ્રેષ્ઠ દેખાવ છે. વિશ્વ
ક્રમાંકમાં 10 નંબરની પી વી સિંધુએ પોતાનીથી ઊંચી રેન્કિંગવાળી ખેલાડી હાન યૂ વિરુદ્ધ
3પ મિનિટમાં 21-16 અને 21-14થી જોરદાર વિજય હાંસલ કર્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સિંધુની
ટક્કર જાપાનની નાઓમી ઓકુહારા વિરુદ્ધ થશે. તેણી અપસેટ કરીને ટોચના ક્રમની દ. કોરિયાની
ખેલાડી આન સે યંગને હાર આપી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. મિક્સ ડબલ્સમાં તનીષા
ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાની જોડી ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ હતી. આથી જાપાન ઓપનમાં
ફક્ત સિંધુ જ ભારતનો પડકાર બચ્યો છે.