એમ્બાપે પાસે ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સીથી આગળ થવાની તક
મિયામી,
તા.17: ફીફા વર્લ્ડ કપનો કાંસ્ય ચંદ્રક માટેનો મુકાબલો ભારતીય સમય અનુસાર શનિવારે મોડી
રાત્રે 2-30 વાગ્યાથી શરૂ થશે. સેમિ ફાઇનલની બે પરાજિત ટીમ ફ્રાંસ અને ઈંગ્લેન્ડ વચ્ચે
ત્રીજા સ્થાન માટેના મેચમાં ટક્કર થશે. પ્રથમ સેમિમાં ફ્રાંસનો સ્પેન સામે 0-2થી પરાજય
થયો હતો જ્યારે ઈંગ્લેન્ડ ટીમ બીજા સેમિમાં આર્જેન્ટિના વિરુદ્ધ 1-2 ગોલથી હારી હતી.
ફીફા
વર્લ્ડ કપમાં હાલ મેસ્સી ગોલ્ડન બૂટની રેસમાં આગળ ચાલી રહ્યો છે, પણ ફ્રાંસના કેપ્ટન
કિલિયન એમ્બાપે પાસે મેસ્સીથી આગળ થવાની તક છે. મેસ્સીએ 8 ગોલ કર્યા છે અને 4 આસિસ્ટ
કર્યા છે. એમ્બાપેના નામે પણ 8 ગોલ છે. તેણે 3 આસિસ્ટ કર્યા છે. ઈંગ્લેન્ડ સામેના ત્રીજા
સ્થાન માટેના મેચમાં એમ્બાપે એક ગોલ કરશે તો તેના 9 ગોલ થઇ જશે. જો કે ફાઇનલમાં મેસ્સી
પાસે પણ એમ્બાપેથી આગળ થવાની તક રહેશે.