કોલકાતા, તા. 16 ઃ મમતા બેનર્જીના વડપણવાળા પક્ષ તૃણમૂલ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો આપતાં એક ઘટનાક્રમમાં ગુરુવારે અભિનેત્રી કોયલ મલિકે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપી દીધું હતું. કોયલ હજુ ત્રણ મહિના પહેલાં જ સભ્ય થયા હતા. એક મહિના પહેલાં એલાન કર્યા બાદ આજે તેમણે સત્તાવાર રાજીનામું આપી દીધું હતું. કોયલ મલિકે છ એપ્રિલ 2026માં રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા હતા, પરંતુ ગૃહની કાર્યવાહીમાં બિલકુલ ભાગ લીધો નહોતો. રાજીનામું આપ્યા બાદ કોયલે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવનાં ઘરે જઈને મુલાકાત કરી હતી, જેમાં આગામી પગલાં અંગે ચર્ચા કરી હતી.