• શુક્રવાર, 17 જુલાઈ, 2026

સોનમનો જીવ બચાવવા જરૂર પડે તે કરો

વાંગચૂકની ભૂખહડતાળના 19મા દિવસે દિલ્હી હાઇકોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ

નવી દિલ્હી, તા. 16 જાણીતા પર્યાવરણવાદી સોનમ વાંગચૂકની અનિશ્ચિત મુદ્દતની ભૂખહડતાળ ગુરુવારે 19મા દિવસમાં પ્રવેશી છે. તેમની સતત બગડતી જતી તબિયતને લઈને દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કડક શબ્દોમાં નિર્દેશ આપ્યા છે કે, સોનમ વાંગચૂકનો જીવ બચાવવા માટે જે પણ તબીબી સહાયની જરૂર હોય તે સરકાર દ્વારા તાત્કાલિક પૂરી પાડવામાં આવે.

અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશના કોઈ પણ નાગરિકનો જીવ કિંમતી છે અને તેને બચાવવા માટે સરકારી તંત્રે તમામ પ્રયાસો કરવા જોઈએ.

બુધવારે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં દાવો કરાયો હતો કે, જો તેઓ આગામી 48 કલાકમાં ઉપવાસ નહીં તોડે તો તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, વાંગચૂકનું રોજ હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે, પરંતુ તેમાં ક્યારેક સરકારી તો ક્યારેક પ્રાઈવેટ ડોક્ટરો હોય છે. સાંભળીને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, સોનમ વાંગચૂકને માત્ર અને માત્ર સરકારી ડોક્ટરો દ્વારા નિયમિત અને દૈનિક મેડિકલ ચેકઅપ મળવું જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક