• શુક્રવાર, 17 જુલાઈ, 2026

બીજા વન ડેમાં કોહલી-અય્યરની અર્ધસદીથી ઈંગ્લેન્ડ સામે ભારતના 233 રન

કાર્ડિફ, તા.16: વિન્ટેજ વિરાટ કોહલી (6પ) અને શ્રેયસ અય્યર (66)ની અર્ધસદીની મદદથી ઈંગ્લેન્ડ વિરુદ્ધના બીજા વન ડે મેચમાં ભારતીય ટીમના 233 રન થયા હતા. લોઅર મીડલઓર્ડર બેટર્સની  નિષ્ફળતાને લીધે 6 ઓવર બાકી રહેતા ટીમ ઈન્ડિયા 44 ઓવરમાં ઓલઆઉટ થઇ હતી. ઈંગ્લેન્ડ તરફથી ઝડપી બોલર્સ જોફ્રા આર્ચરે 3 અને ગસ એટકિન્સને 3-3 અને સાકિબ મહમૂદે 2 વિકેટ લીધી હતી.

ભારતીય કપ્તાન શુભમન ગિલ 6 ચોક્કાથી 30 રનની આકર્ષક ઈનિંગ રમી આઉટ થયો હતો. રોહિત શર્મા 47 દડામાં 26 રને આઉટ થયો હતો. કેએલ રાહુલના સ્થાને ઈલેવનમાં સામેલ થનાર ઇશાન કિશન (1) ક્રિઝ પર ટકી શકયો ન હતો. આ પછી કોહલી અને અય્યર વચ્ચે ચોથી વિકેટમાં 67 રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી. કોહલી શાનદાર અર્ધસદી બાદ 6પ રને આઉટ થયો હતો. તેની 66 દડાની ઈનિંગમાં 8 ચોક્કા સામેલ હતા જ્યારે શ્રેયસ અય્યર નવમી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. તેણે 71 દડામાં પ ચોક્કા-2 છક્કાથી 66 રન કર્યાં હતા. બુમરાહે ઝડપી 20 રનનું યોગદાન આપ્યું હતું. સુંદર 2, દૂબે ઝીરોમાં અને અક્ષર 1 રને આઉટ થયા હતા. આથી ભારતનો સ્કોર 233 રન સુધી જ પહોંચ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક