• મંગળવાર, 23 એપ્રિલ, 2024

આરંભડા ગામે યુવાનને ધમકી આપ્યાની ત્રણ શખસ સામે ફરિયાદ પરિણીતાની ત્રાસની ફરિયાદ આંબરડી ગામે યુવતીનો આપઘાત

ખંભાળિયા, તા.17 : આરંભડા ગામે રહેતા અક્રમ રહીમ ચાવડા નામના યુવાનના ભાઈ સાથે સીદીયા આશપાર માણેક, જીતેશ માંડણ સુમણિયા અને શિવમ કારા માણેકને જમવા બાબતે માથાકૂટ થઈ હોય તેનો ખાર રાખીને ત્રણેય શખસોએ અકરમ અને આરીફ પર ધોકા-પાઈપથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા અને ધવાયેલા બન્ને યુવાનોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસે ત્રણેય હુમલાખોરો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

ત્રાસ : દ્વારકાના ધીણકી ગામે રહેતી જ્યોત્સનાબેન નામની પરિણીતાએ પતિ રાણા નાથા મકવાણા, સાસુ રાજીબેન, દીયર જેન્તી અને નંણદ ગીતાબેન નાથા મકવાણા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

યુવતી : ભાણવડના ચોખડા ગામે રહેતા જેશાભાઈ કરણાભાઈ ગોજીયાની પુત્રી નીતુબેને એસિડ પી આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં નીતુબેને મોબાઈલ જોવા બાબતે ઠપકો આપતા માઠું લાગી આવતા આ પગલું ભરી લીધાનું ખુલ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક