• મંગળવાર, 25 જૂન, 2024

ચોટીલા પાસેથી પેટ્રોલ-ડીઝલની ચોરીનું કૌભાંડ પકડાયુ: પાંચ શખસની ધરપકડ પેટ્રોલ-ડીઝલ સહિત કુલ રૂ. 51.85 લાખનો મુદ્દામાલ કબજે

વઢવાણ, તા. 18: ચોટીલા પાસેની હોટલ નજીકથી ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરીનું કૌભાંડ સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એસએમસીએ ઝડપી લીધું હતું. પોલીસે ટેન્કરના ચાલક-ક્લીનર સહિત પાંચની ધરપકડ કરીને રૂ. 51.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ચોટીલા રાજકોટ નેશનલ હાઇ વે પર હોટલ પર ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી થતી હોવાની બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અચાનક દરોડો પાડયો હતો. પોલીસે ગાંધીધામના ભવાની પૂરના ટેન્કર ચાલક ચંદુભાઈ અંબારામ સાધુ,મોટી હમીરપુરના ક્લીનર રમેશભાઈ રામસંગભાઈ કોળી ચોટલીના મોટી મોલડીનો ડીઝલ ચોરી કરનારો નોકર હિતેશ બચુભાઈ સોલંકી, આપા ગીગાના ઓટલાની સામે, જંબેશ્વર રામદેવ હોટલ પાસે રહેતા સુનિલ તુલશીરામ ગામેતી, હમીરા રાજારામ ગામેતીની ધરપકડ કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડીઝલનો 10,300 લીટર જથ્થો કિં.રૂ.9,27,000, પેટ્રોલ જથ્થો 20 હજાર લીટર કિં.રૂ.18,00,000, ત્રણ વાહન રૂ. 24 લાખ રૂ. 25 હજારના પાંચ મોબાઇલ રોકડ રૂ. 29,490 અને ઇલેક્ટ્રિક મોટર અને ડીવીઆર મળીને કુલ રૂ. 51,85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસએમસીટીમે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. તેની સાથે સંડોવાયેલા  અન્ય બે આરોપી જેમાં પેટ્રોલ અને ડીઝલ ચોરીનો મુખ્ય નાની મોલડીના ભૂપતભાઈ બાવકુભાઈ પાટગીર અને જંબેશ્વર રામદેવ હોટલ પાસે રહેતા હિસાબ રાખનારો નોકર ભગીરથ ખિચાડને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક