• શનિવાર, 27 જુલાઈ, 2024

શાપરમાં રાજકોટની ખાનગી હોસ્પિટલની નર્સનો ગળાફાંસો ખાઈ આપઘાત 20 દિવસ પહેલાં જ શાપરમાં ફલેટ લીધો’તો

રાજકોટ, તા.ર0 : મૂળ તાલાલાના ગીરવડાળા ગામની અને હાલમાં શાપરમાં જીઆઈડીસીમાં આવેલા ફલેટમાં રહેતી કાજલ ભીખાભાઈ કોટડીયા નામની નર્સ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતા શાપર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવ અંગેની જાણ થતા મૃતક કાજલના પિતા ભીખાભાઈ સહિતના પરિવારજનો રાજકોટ હોસ્પિટલે પહોંચ્યા હતા. પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક કાજલ રાજકોટના મવડી વિસ્તારના ઓમનગરમાં આવેલી લાઈફ લાઈન હોસ્પિટલમાં આઠેક વર્ષથી નર્સ તરીકે નોકરી કરતી હતી અને ર0 દિવસ પહેલા જ શાપરમાં નવા ફલેટમાં રહેવા ગઈ હતી અને ફલેટમાંથી દુર્ગધ આવતી હોય પડોશીએ પોલીસમાં જાણ કરી હતી અને પોલીસે ફલેટના દરવાજામાં બહાર ચાવી લટકતી જોવા મળતા ફલેટ ખુલતા કાજલની લાશ લટકતી જોવા મળી હતી.

પોલીસની વધુ તપાસમાં મૃતક કાજલ ત્રણ બહેન અને એક ભાઈમાં મોટી અને અપરિણીત હતી. પિતા ભીખુભાઈ બચુભાઈ કોટડીયા ગીરવડાળા ગામે ફલોર મીલ ધરાવે છે. ર0 દિવસ પહેલા નવો ફલેટ લીધો હોય પિતા ભીખુભાઈ સહિત શાપર આવ્યા હતા અને દિવાળીના તહેવાર બાદ તા.1પમીએ વતન જતા રહ્યા હતા અને બે દિવસથી મૃતક કાજલનો ફોન બંધ આવતો હતો. પોલીસે મૃતક કાજલના મોબાઈલની કોલ ડીટેઈલના આધારે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક