• શનિવાર, 27 જુલાઈ, 2024

વિરપર ગામના વેપારીનો આપઘાતનો પ્રયાસ : રર વ્યાજખોરો સામે નોંધાતો ગુનો

કાર - જમીન - દાગીના - ચેક પડાવી લઈ ધમકાવતા પગલું ભર્યું

 

મોરબી, તા.ર6: વિરપર ગામે રહેતા ઇમિટેશનના વેપારી પાસેથી વ્યાજખોરોએ કાર-જમીન, દાગીના પડાવી લઈ કોરા ચેક લઈ ધમકાવતા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે રર વ્યાજખોર સામે ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, હાલમાં મોરબીની અવની ચોકડી પાસે રહેતા ઇમિટેશનના વેપારી કેયુર મગનભાઈ બાવરવા નામના યુવાને ધંધાકીય જરૂરિયાત માટેથી રર શખસ પાસેથી મહિને 4 ટકાથી લઈ 4પ ટકા સુધીના વ્યાજે માતબર રકમ લીધી હતી અને વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી કાર, ખેતીની જમીન, દાગીના પડાવી લેવામાં અને કોરા ચેક પણ લઈ લીધા બાદ ધાકધમકી આપવામાં આવતા કેયુર બાવરવાએ વ્યાજખોરોના ત્રાસ અને ધમકીથી કંટાળી જઈ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસે વેપારી કેયુર બાવરવાની ફરિયાદ પરથી વીરપરના હરિપાર્કના વ્યાજખોર ગોપાલ ભટ્ટ, રવાપરના ભોલુ જારિયા, મોરબીના રોહિત, મુકેશ ડાંગર, ઉમેશ, રાજ ઉર્ફે લાલભાઈ, પ્રકાશ, અજીત, જયેશ ભરવાડ, કમલેશ, પ્રતીક ઉર્ફે પતીયો, જયદેવ, વિપુલ, જયદીપ ડાંગર, મીલન, મેરુ રામજી રબારી, મહિપતસિંહ જાડેજા, દિલીપ બોરીચા, નાગડાવાસનો લાલો, વિરમ રબારી, ભરત અને વિરપરના રીઝવાન વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રોગતિ માન કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક