• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

જૂનાગઢ મજેવડી કાંડના શખસે જેલ મુક્ત બાદ જલસો કરતા 9 સામે ફરિયાદ

જૂનાગઢ, તા.11: જૂનાગઢના મજેવડી દરવાજા કાંડનો શખસ જેલ મુક્ત બાદ પરવાનગી વગર પોતાના વિસ્તારમાં લોકોને એકઠા કરી સરઘસ-આતશબાજી સાથે જલસો કરતા પોલીસે નવા શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  અહીંના મજેવડી દરવાજા બહાર આઠેક માસ પહેલા ટોળાએ પોલીસ ઉપર હુમલો કરી, તોડફોડ, નુકસાન કરતા પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધી હતી. તેમાં અહીંના યોગેશ્વર નગરમાં રહેતા મહિલા કોર્પોરેટરના પતિ આસીફ ઉર્ફે રાજુ વલીમહમદ સાંઘની સંડોવણી હોવાથી લાંબો સમય ફરાર રહ્યા બાદ તાજેતરમાં પોલીસે અટકાયત કરી હતી.  આ શખસને જેલ હવાલે કરાયા બાદ કેર્ટે જામીન મુક્ત કરતા પોતાની પ્રતિષ્ઠા પૂરવાર કરવા માટે તંત્રની મંજૂરી વગર પોતાના વિસ્તારમાં સરઘસ, આતશબાજી કરી જેલ મુક્તની ઉજવણીરૂપે જલસો કરતા પોલીસે ગેરકાયદે મંડળી રચી, વિસ્ફોટક પદાર્થનું બેદરકારીપૂર્વક આચરણ કરવા અંગે પોલીસે આસીફ વલીમહમદ સાંઘ, અલારખા મામદ સમા, હબીબ ઈશા સાંઘ, આરીફ મામદ સાંઘ, અલ્ફેજ ઉર્ફે ગજની સોહીલ બાબુ સાંઘ, શાહીદ ઉર્ફે પેંડો શમા સહિત નવ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક