• શનિવાર, 27 જુલાઈ, 2024

બોટાદનાં લાઠીદડ - સમઢીયાળા પાસે દોઢ માસ પૂર્વે બે બાઇક વચ્ચે અકસ્માતમાં

ઘવાયેલા આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ

 

બોટાદ, તા.31: બોટાદ જિલ્લાનાં લાઠીદડ ગામે રહેતા અને બોટાદ સીઆઇસીઆઇ બેન્કમાં નોકરી કરતા  નિલેશભાઇ ઇશ્વરભાઇ ચડોતરા (પ્રજાપતિ) (ઉં.વ.28 ) ગત તા.18 ફેબ્રુઆરીના સાંજના તેની નોકરી પૂરી થતાં એના સંબંધી કાકા મહેન્દ્રભાઇ ભીમજીભાઇ ચડોતરા (ઉં.વ.55) રહે. લાઠીદડ વાળા બોટાદ પોતાનાં કામ માટે આવેલ હોય જેઓએ ફરિયાદી નિલેશભાઇ ચડોતરાને પોતાની બાઇકમાં ઘરે લઈ જવાનું કહેતા નિલેશભાઇ ચડોતરા તથા તેના સંબંધી કાકા મહેન્દ્રભાઈ બોટાદથી ઘરે લાઠીદડ જવા ફરિયાદી નિલેશભાઇના જી.જે.01.યુ.ઝ.ઁડ-9073 નંબરની બાઇકમાં નીકળેલ તે દરમિયાન રાત્રિના 8-15 વાગ્યે સમઢીયાળા નં.1થી લાઠીદડ જવાના રસ્તે જૂની સ્કાય કંપનીમાંથી તેના કાકા મહેન્દ્રભાઇની બાઇક લેવાની હોય જેથી ફરિયાદી નિલેશભાઈએ કંપનીમાં જવા સારું સિગ્નલ આપી ટર્ન મારતા સામેથી લાઠીદડ ગામે રહેતા આરોપી પ્રિયંક મહેશભાઈ ચૌહાણએ પોતાની બાઇક જીજે-33-ઇ-1391 નંબરની પૂર ઝડપે નિલેશભાઇ ચડોતરાના બાઇક સાથે ટક્કર મારતા ફરિયાદી નિલેશભાઇ તથા તેના કાકા બાઇક પરથી પડી ગયેલ અને ફરિયાદી નિલેશભાઈને ટચલી આંગળીમાં ફ્રેક્ચર થયેલ અને બન્ને ઘૂંટણમાં છોલાણ થયેલ જ્યારે તેના કાકા મહેન્દ્રભાઈને બન્ને પગે ફ્રેક્ચર થયેલ તેમજ ડાબા ખભાના ભાગે તથા કમરના ભાગે ફ્રેક્ચર થયેલ.

મહેન્દ્રભાઈને પ્રથમ બોટાદની સબિહા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન 6 માર્ચના રાત્રિના પોણા બારેક વાગ્યે મહેન્દ્રભાઈ ભીમજીભાઈ ચડોતરાનું મૃત્યુ નીપજતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક