• મંગળવાર, 23 એપ્રિલ, 2024

ધ્રાંગધ્રામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો ફાંસો ખાઈ આપઘાત ક્ષઆત્મહત્યાનું કારણ અકબંધ, પોલીસે શરૂ કરી તપાસ

ધ્રાંગધ્રા, તા.1: ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ધ્રાંગધ્રા સીટી પોલીસમાં ફરજ બજાવતા રીટાબેન એમ.ડાભી નામના મહિલા કોન્સ્ટેબલ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા આમ પરિવારને ખબર પડતા ધ્રાંગધ્રા સીટી પોલીસને જાણ કરતા સીટી પોલીસના પીઆઈ એમ.યુ.મશી અને સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તુરત લાશને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી અને મહિલા કોન્સ્ટેબલે ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે તે અંગેની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટ પણ તપાસ કરવામાં આવી છે. ત્યારે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. આમ મહિલા કોન્સ્ટેબલે ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે.

આત્મહત્યાને લઈને પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ ત્યારે સ્યુસાઈડ નોટ બહાર આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે. ઘટનાની જાણ થતા ડી.વાય.એસ.પી જે.ડી.પુરોહિત, તાલુકા પીઆઈ ચુડાસમા સહિત એલસીબી, એસઓજી ટીમ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક