• મંગળવાર, 23 એપ્રિલ, 2024

ભાવનગરના મહુવામાં સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું ‘પટાયા’ ફેમીલી સ્પામાં દરોડો

ભાવનગર, તા.2 (ફૂલછાબ ન્યૂઝ) ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સ્પા સેન્ટરની આડમાં કુખણખાનું ચલાવાતું હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા સ્પા સેન્ટરમાંથી સ્પા સેન્ટરના બે સંચાલકો મળી આવતા તની ધરપકડ કરી હતી અને ધોરણસરની કાર્યવાહી કરેલ જ્યારે ભાવનગર શહેરમાં રહેતો એક શખસ ફરાર થતા તેને ઝડપી લેવા કવાયત હાથ ધરેલ છે.

મહુવા મેઘદુત સિનેમાંથી કાગબાપુ ચોક તરફ જતા રોડ પર આવેલ નોમીની બજાર કોમ્પલેક્સમાં જાહીદભાઇ ઉસ્માનભાઇ સૈયદ રહે. ભાવનગર તથા વિપુલભાઇ રમણીકલાલ મહેતા રહે. મહુવા, વાળા ‘પટાયા ફેમીલી સ્પા નામનું સેન્ટર’માં સ્પાની આડમાં પોતાના આર્થિક લાભ સારું બહારથી ભાડૂઆત ત્રીઓને લાવી તેઓને પોતાના હવાલામાં રાખી બહારથી પુરુષ ગ્રાહકોને બોલાવી તમામ સુવિધા પુરી પાડી દેહવ્યાપારની પ્રવૃતિનો ધંધો કરી કુટણખાનું ચલાવે છે. જે હકીકતને આધારે હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા. પટાયા ફેમીલી સ્પા સેન્ટર પર થાયલેન્ડની બે યુવતીઓ તથા ઇમરાનભાઇ સલીમભાઇ સોરઠીયા (ઉં.વ.30) ધંધો પ્રા.નોકરી રહે. પીરવાડી, વરતેજ વાળા તથા વિપુલભાઇ રમણીકલાલ મહેતા (ઉં.વ.44) ધંધો વેપાર રહે. ધાવડી ચોક, બ્લુ ડાયમંડ હોટલની સામે, મહુવા, વાળા રેઇડ દરમિયાન હાજર મળી આવેલ જ્યારે જાહીદભાઇ ઉસ્માનભાઇ સૈયદ રહે, દેવજી ભગતના ધર્મશાળા પાસે, ભાવનગર સ્થળ પર હાજર નહીં મળી આવીગુનો કરતા, મહુવા ટાઉન પો.સ્ટે. માં ધી ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબ ગુનો રજી. કરી આગળની તપાસ મહુવા પો.સ્ટે.ના પો.સ.ઇ.એસ.એ. ઝાલા ચલાવી રહેલ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક