• મંગળવાર, 23 એપ્રિલ, 2024

જામજોધપુરના બાવરીદડ ગામે વાડીમાં ચાલતી જુગાર કલબ પર દરોડો 12.70 લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત 8 ઝડપાયા

જામનગર, તા.2: જામજોધપુર તાલુકાના બાવરીદડ ગામની સીમમાં આવેલી રાણાભાઇ ગાગીયાની ભાગીદારીની વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે અને જામનગર શહેર-જિલ્લામાંથી તેમજ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ પંથકમાંથી મહિલા -પુરૂષ સહિતના પત્તાપ્રેમીઓ એકત્ર થઇને જુગાર રમી રહ્યા છે જે અંગેની ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે ગત મોડી રાત્રે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન એક મહિલા સહિત 8 જુગારીયાઓ જુગાર રમતા મળી આવ્યા હતાં. એલસીબીની ટીમે બનાવના સ્થળેથી બાવરીદડ ગામના સંજય કિશોરભાઇ સીતાપરા, જામકલ્યાણપુરના જયેશ ભાયાભાઇ બેલા, ખંભાળિયાના નથુભાઇ નારણભાઇ કાંબરીયા, કલ્યાણપુર પંથકના ભાવેશ જયંતિભાઇ જોશી, જામનગર તાલુકા ના કનસુમરા ગામના મૂર્તજા કાસમભાઇ ખીરા, ભાણવડના વેપારી વિમલ વલ્લભભાઇ પાડલીયા, જામનગર ના અરસીભાઇ નંદાણીયા અને ક્રિષ્નાબેન પોપટભાઇ પરમાર વગેરેને ઝડપી લીધા હતાં. તેઓ પાસેથી રૂપિયા 2 લાખ 20 હજારની રોકડ રકમ, 7 નંગ મોબાઇલ ફોન, બે નંગ કાર સહિત રૂપિયા 12 લાખ 60 હજારની માલમતા કબજે કરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક