• સોમવાર, 27 મે, 2024

વિરપુરમાં ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો

રાજકોટના શખસને ઝડપી પાડી મુદ્દામાલ રીકવરી કારની વિરપુર પોલીસ

વિરપુર, તા.14: વિરપુરમાં થયેલી ઘરફોડ ચોરીનો કેસ વિરપુર પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢયો હતો. પોલીસે આ બનાવમાં રાજકોટના શખસની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો.

યાત્રાધામ વિરપુર જલારામ ગામે રહેતા અને રાજકોટના ત્રંબા ખાતે શિક્ષક તરીકે ખાનગી નોકરી કરતા ભાર્ગવભાઇ કનરાય જાનીએ વિરપુર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. વહેલી સવારે તેમના ઘરમાં તેમના રૂમનો દરવાજો ખોલવા જતા રૂમનો દરવાજો કોઇએ બહારથી લોક કરી દીધો હોવાનું માલુમ પડયું હતું. જે બાદ તેમના દ્વારા તેમના પાડોશીને ફોન કરી બોલાવતા પાડોશી ધાબા પરથી આવી લોકો કરેલો દરવાજો ખોલતા માલુમ પડયું હતું કે, બાજુના રૂમના દરવાજાના લોકને કોઇએ તોડી નાખ્યો હતો. જે બાદ તૂટેલા દરવાજા વાળા રૂમની અંદર પ્રવેશ કરતા ત્યાં રહેલા ત્રણ કબાટ ખુલેલા હતા અને રૂમની અંદર સામાન વેરવિખેર પડયો હતો. તેમને માલુમ પડયું હતું કે, તેમની બચતના રોકડ રકમ રૂપિયા 1,40,000 તેમજ સોનાનું બ્રેસ્લેટ (કિંમત રૂપિયા 31547)ની ચોરી થઇ છે. તેથી ભાર્ગવભાઇએ વિરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને વિરપુર પોલીસના પીએસઆઇ એસ.વી. ગરચર સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવી સઘન તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન વિરપુર પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રભાઇ આહીર તથા ગિરીશભાઇ ભાણજીભાઇને સંયુક્ત રાહે મળેલી બાતમી અને હકીકત મુજબ ચોરીના ગુનામાં સંડોવાયેલા અમિત ભુપતભાઇ ડાભી (ઉં.વ.26 રહે. મૂળ સુલતાનપુર તેમજ વિરપુર ગામ મેવાસા રોડ પર ધજાધાર હાલ રહે. રાજકોટ જંગલેશ્વર, માર્કેટ વિસ્તારની પાછળ)ની  ધરપકડ કરી હતી. આરોપીને ઘરફોડ ચોરીના બનાવની ગણતરીની જ કલાકોમાં શોધી તમામ મુદ્દામાલ રીકવર કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક