• મંગળવાર, 25 જૂન, 2024

જામનગરમાં હોટલ અને કારમાંથી 670 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

રૂ.4.60 લાખનાં મુદ્દામાલ સાથે હોટલ સંચાલક સહિત બે શખસની ધરપકડ : સપ્લાયર સહિત ચારની શોધખોળ

જામનગર, તા.25 : જામનગરમાં હોટલ અને કારમાંથી પોલીસે 670 બોટલ વિદેશી દારૂ સહિત રૂ.4.60 લાખનાં મુદામાલ સાથે હોટલ સંચાલક સહિત બે શખસોની ધરપકડ હતી. જ્યારે સપ્લાયર સહિત ચાર ઈસમોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

જામનગરમાં સ્વામીનારાયણનગરમાં રહેતો અને યુનિક શોપીંગ સેન્ટરમાં હરીશ હોટલ ચલાવતો પ્રદીપ મેઘજીભાઈ ગોહિલ હરીશ હોટલ નામની હોટલમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી તેનું ખાનગીમાં વેંચાણ કરી રહયો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન હોટલમાંથી 468 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી અને 10 નંગ બિયરના ટીન મળી આવ્યા હતાં. પોલીસે કુલ 68500ની માલમતા કબજે કરી છે અને હોટલ સંચાલક પ્રદીપ ગોહિલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો દરોડો એલસીબીની ટીમે બેડી બંદર રોડ પર રાધેક્રિષ્ના સોસાયટીમાં આવેલ કૂવાની બાજુમાં પાર્ક કરેલ ઈકો કારની તલાશી લેતા તેમાંથી રૂા.86400ની કિંમતની અંગ્રેજી શરાબની નાની-મોટી 252 બોટલો, રૂા.5 હજારનો મોબાઈલ ફોન તેમજ રૂા.3 લાખની ઈકો કાર ગણી કુલ રૂા.3,91,400ના મુદામાલ સાથે દારૂનો વેપાર કરતા આરોપી પ્રવિણસિંહ બચુભા કેર (ઉ.43)ની ધરપકડ કરી દારૂ સપ્લાયર તથા મંગાવનાર જામનગરના દિગુભા જીલુભા દલદોણીયા, દરેડનો વિશાલસિંહ જાડેજા, પાણાખાણ ગોકુલનગર પાસે રહેતી ભારતીબા હેમંતસિંહ કેર અને પુના મહારાષ્ટ્રના વિનોદને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક