• મંગળવાર, 25 જૂન, 2024

પોરબંદરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી માસિયાઈ ભાઈનું દુષ્કર્મ

ફલેટમાં લઈ જઈ હવસનો શિકાર બનાવ્યાની ફરિયાદ : પોલીસે તપાસ હાથ ધરી

 

પોરબંદર, તા.26 : પોરબંદરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી માસિયાઈ ભાઈએ ફલેટમાં ઉઠાવી જઈ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ચાર મહિના પહેલાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ  ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ભાયાવદરની એક મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેની સગીર વયની દીકરીને પોરબંદરના નવા એરપોર્ટ સામે એપાર્ટમેન્ટમાં રહેતા તેની સગી બહેનના પુત્ર એવા 27 વર્ષના યુવાને પ્રેમ જાળમાં ફસાવીને ફ્લેટમાં લઈ જઈને બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું.  ગત તા.15 જાન્યુઆરીની ઘટના અંગે પોરબંદર પોલીસમાં સગીરાનાં માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી. ચલાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક