• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

ટેલિકોમ કંપનીઓને સુપ્રીમમાં ઝટકો

સરકારને 1.7 લાખ કરોડ ચૂકવવામાં કોઈ રાહત નહીં : સરકારની સૌથી મોટી દેવાદાર કંપની વોડાફોનને સૌથી વધુ મુશ્કેલી

નવી દિલ્હી, તા.19: સુપ્રીમ કોર્ટે વોડાફોન સહિતની મોટી ટેલીકોમ કંપનીઓને જબરદસ્ત ઝટકો આપતા બાકી એજીઆરની વસૂલાત સંબંધિત અરજીને ખારિજ કરી નાખી છે. ટેલિકોમ કંપનીઓએ સરકારને 1.7 લાખ કરોડ રૂપિયા ચૂકવવાનાં બાકી છે.

ટેલિકોમ કંપનીઓએ એજીઆર(એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ)ની વસૂલાતમાં ગડબડની ફરિયાદ સાથે સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવી હતી. જો કે કોર્ટે ફરી એકવાર તેમની અરજી ફગાવી દીધી છે. જેમાં વોડાફોનને સૌથી મોટો ફટકો પડયો છે કારણ કે એકલી આ કંપનીએ જ સરકારને 70 હજાર કરોડ રૂપિયા ચૂકવવાનાં થાય છે.

સુપ્રીમ કોર્ટે 2019માં પણ ટેલીકોમ કંપનીઓની અરજી નકારી દીધી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે કંપનીઓને ત્રણ માસની અંદર જ 92 હજાર કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ આપેલો. આ આદેશ સામે કંપનીઓ તરફથી અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ફરીથી કંપનીઓને 10 વર્ષની અવધિમાં બાકી રકમ ચૂકવી દેવાનો આદેશ આપેલો. આ આદેશ સામે કરવામાં આવેલી પુનરાવલોકન અરજી પણ નકારી દેવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક