• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

મસ્કની સંપત્તિ પાકિસ્તાનના જીડીપીથી વધુ

સ્પેસએક્સ અને XAIના વિલયથી કુલ સંપત્તિ  84 અબજ ડોલરને પાર

નવી દિલ્હી, તા.4 : દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની કુલ સંપત્તિ 850 અબજ ડોલર (આશરે 77 લાખ કરોડ રૂપિયા)નો આંકડો પાર કરી ગઈ છે. એક જ દિવસમાં તેમની સંપત્તિમાં 84 અબજ ડોલર (આશરે રૂા.7 લાખ કરોડ)નો વધારો થયો હતો.

ફોર્બ્સ અનુસાર મસ્ક હવે ઈતિહાસના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મસ્કની સંપત્તિમાં આ વધારો તેમની રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ એક્સએઆઈના વિલયને કારણે થયો છે.

માત્ર ચાર મહિનામાં મસ્કની કુલ સંપત્તિ 70 ટકા જેટલી વધી છે. ઓક્ટોબર-2025માં તેમની સંપત્તિ 500 અબજ ડોલર હતી. હવે તેમની સંપત્તિ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગલાદેશ અને નેપાળની જીડીપીથી પણ વધુ છે. તે ભારતના ટોચના 40 સૌથી અમીરોની કુલ સંપત્તિથી પણ વધારે છે.

મસ્કની રોકેટ કંપની સ્પેસએક્સે તેની જ એઆઈ કંપની એક્સએઆઈને ખરીદી લીધી છે. પહેલાં બંને અલગ-અલગ હતી પરંતુ હવે એક કંપની બની ગઈ છે. જેની કુલ કિંમત 1.25 ટ્રિલિયન ડોલર (આશરે 104 લાખ કરોડ રૂપિયા) આંકવામાં આવી છે.  મર્જરથી પહેલાં મસ્ક પાસે સ્પેસએક્સની 42 ટકા ભાગીદારી હતી જેનું મૂલ્ય 336 અબજ ડોલર હતું. એક્સઆઈમાં તેની ભાગીદારી 49 ટકા અને મૂલ્ય 122 અબજ ડોલર હતું.

ઇ-પેપરના નવા શુલ્ક