• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

નવી સરકારમાં જોડાયા તો... કુકી જૂથોની ચેતવણી

મણિપુરમાં નવી સરકારનો વિરોધ : અશાંતિ, બંધનું એલાન

 

ઈમ્ફાલ, તા.પ : મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનના અંત અને ભાજપની નવી સરકાર રચાતા જ અશાંતિ શરૂ થઈ છે. નવી સરકારમાં પોતાના સમુદાયના કોઈ ધારાસભ્યને જોડાવા સામે કુકી જૂથોએ ચેતવણી આપી છે.

યુમનામ ખેમચંદ સિંહે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે પરંતુ કુકી સંગઠનો દ્વારા સંપૂર્ણ બંધ અને વિરોધ પ્રદર્શનોએ નવી સરકાર માટે મોટો પડકાર ઉભો કર્યો છે. રાજ્યમાં ફરી એકવાર તણાવપૂર્ણ પરિસ્થિતિ ઉભી થઈ છે. કુકી ધારાસભ્યોની ભાગીદારી અંગે કુકી સમુદાયના સંગઠનોમાં વ્યાપક ગુસ્સો છે. ચુરાચંદપુર સ્થિત આદિવાસી સંગઠન, જોઇન્ટ ફોરમ ઓફ સેવનએ શુક્રવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં સંપૂર્ણ બંધનું આહ્વાન કર્યું છે. સંગઠને કુકી સમુદાય માટે અલગ વહીવટની માગ

કરી છે.

કુકી ઝો કાઉન્સિલ અને ઘણા આતંકવાદી જૂથોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો સમુદાયનો કોઈપણ ધારાસભ્ય સ્વેચ્છાએ સરકારમાં જોડાય છે તો તે તેની વ્યક્તિગત જવાબદારી રહેશે. સંગઠનોએ ચેતવણી આપી છે કે આ એકપક્ષીય નિર્ણયથી ઉદ્ભવતા કોઈપણ પરિણામો માટે તેઓ જવાબદાર રહેશે નહીં. સરકારે શપથ લીધા પછી તરત જ કાંગપોક્પી જિલ્લાના લીમાખોંગ જેવા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. વિરોધીઓએ ટાયરો  સળગાવીને અને વાંસના થાંભલા મૂકીને રસ્તાઓ બ્લોક કર્યા અને નેમચા કિપગેનને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાનો વિરોધ કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક