કરાચી, તા.પઃ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું છે કે આઇસીસી ટી-20 વર્લ્ડ કપમાં તેના દેશની ટીમ ભારત સામેનો મેચ રમશે નહીં અને આ ફેંસલો ઘણા વિચાર-િવમર્શ બાદ લેવામાં આવ્યો છે. અમે બાંગલાદેશની પડખે ઉભા રહેવા માટે આ નિર્ણય લીધો છે. આથી હવે તેમાં પીછેહઠનો સવાલ ઉભો જ થતો નથી. રમતને હંમેશાં રાજકારણથી દૂર રાખવી જોઇએ.
પાક.
પીએમ શરીફે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આઇસીસીએ બાંગલાદેશ ટીમને ટી-20 વર્લ્ડ
કપમાંથી હટાવી દીધાના વિરોધમાં અમે ભારત સામેના મેચના બહિષ્કારનો નિર્ણય લીધો છે. અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે પાકિસ્તાને વર્લ્ડ કપના તા. 1પ ફેબ્રુઆરીના ભારત સામેના ગ્રુપ
સ્ટેજના મેચનો બહિષ્કાર જાહેર કર્યો છે. શરીફે જણાવ્યું કે બીસીસીઆઇ ક્રિકેટમાં રાજનીતિ
ઘુસેડી રહ્યું છે.