મહિલા
ટીમ સ્પર્ધામાં પણ ભારતીય ત્રિપુટીનું સુવર્ણ પર નિશાન ઃ સમ્રાટને કાંસ્ય
નવી
દિલ્હી, તા.4 ઃ એશિયન રાયફલ/િપસ્તોલ ચેમ્પિયનશિપનો આજથી પ્રારંભ થયો છે. ભારતીય નિશાનેબાજ
ઇશા સિંહે પહેલા દિવસે જ શાનદાર દેખાવ કરીને 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
જીત્યો છે જ્યારે વર્લ્ડ ચેમ્પિયન સમ્રાટ રાણાને પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં
કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડÎો છે. 21 વર્ષીય ઇશા સિંહે ફાઇનલમાં શરૂઆતમાં પાછળ
રહ્યા પછી શાનદાર વાપસી કરીને 239.8 અંક સાથે સુવર્ણ ચંદ્રક પોતાનાં નામે કર્યો હતો.
ચીની તાઇપેની શૂટર ચેંગ યેન ચિંગ 23પ.4 પોઇન્ટ સાથે બીજાં સ્થાને રહી હતી. તેની હમવતન
ખેલાડી યૂ એ વેન 217.7 અંક સાથે કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહી હતી.
મહિલાઓની
ટીમ સ્પર્ધામાં ઇશા સિંહ, મનુ ભાકર અને સુરુચિ સિંહની ત્રિપુટીએ 1726 પોઇન્ટના સ્કોર
સાથે ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. આ સ્પર્ધામાં વિયેતનામ અને ચીની તાઇપેની ટીમ
બીજા-ત્રીજાં સ્થાને રહી હતી. પુરુષોની જુનિયર 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભારતના
ગેવિન એન્ટોનીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટની ટીમ સ્પર્ધામાં પણ ભારતે ગોલ્ડ મેડલ
કબજે કર્યો હતો.