• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

વર્લ્ડ કપ અગાઉ સૂર્યકુમારના બેટિંગ ક્રમાંકમાં ઉછાળો

શભભ રેન્કિંગમાં અભિષેકને રેકોર્ડની તક ઃ બોલિંગમાં વરુણ દબદબા સાથે ટોચ પર

દુબઈ, તા.4 ઃ ટી-20 વર્લ્ડ કપ અગાઉ ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવના આઇસીસી વિશ્વ ક્રમાંકમાં ઉછાળો આવ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીના શાનદાર દેખાવને લીધે સૂર્યકુમાર હવે નવા ટી-20 બેટિંગ ક્રમાંકમાં 6 નંબર પર આવી ગયો છે. તેણે પાક.ના ફટકાબાજ સાહિબઝાદા ફરહાનને પાછળ રાખી દીધો છે. ફરહાનના 71પ રેટિંગ છે જ્યારે સૂર્યકુમારના ખાતામાં 728 રેટિંગ પોઇન્ટ છે. સૂર્યકુમારે કિવિઝ સામે ફોર્મ વાપસી કરીને શ્રેણીમાં ત્રણ અર્ધસદી ફટકારી હતી.

અભિષેક શર્મા ટોચના સ્થાને દબદબા સાથે યથાવત્ છે. બીજા અને ત્રીજા નંબર પર ઇંગ્લેન્ડના ફિલ સોલ્ટ અને જોશ બટલર છે. જો કે આ બન્ને ઇંગ્લિશ બેટર રેટિંગના મામલે અભિષેકની આસપાસ પણ નથી. અભિષેકના 769 પોઇન્ટ છે જ્યારે સોલ્ટના ખાતામાં 843 અને બેટલરના 769 અંક છે. અભિષેક શર્માએ 202પમાં 931 સાથે સર્વશ્રેષ્ઠ પોઇન્ટ હાંસલ કર્યા હતા. હવે વિશ્વ કપ દરમિયાન તેનાથી આગળ થવાની તક રહેશે. તિલક વર્મા એક સ્થાનનાં નુકસાનથી ચોથા નંબર પર ખસી ગયો છે.

ટી-20 બોલિંગ ક્રમાંકમાં મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ટોચ પર યથાવત્ છે. તેના 776 રેટિંગ છે. બીજાં સ્થાને અબરાર અહમદ (748) અને ત્રીજાં સ્થાને રાશિદ ખાન (737) છે. ટોપ ટેનમાં વરુણ સિવાય અન્ય કોઈ ભારતીય બોલરને જગ્યા મળી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક