ધોરાજી,
ઉપલેટા, તા.4 : બન્ને પગેથી 90 ટકા દિવ્યાંગ અને બે હાથેથી ચાલતા શખસને દુષ્કર્મના
કેસમાં તકસીરવાન ઠરાવી ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા
શેખે 20 વર્ષની સજા તથા દંડ ફટકાર્યો છે.
બનાવની
વિગત મુજબ, ભોગ બનનારની માતાએ ફરિયાદ કરી હતી કે, તેઓ મૂળ દાહોદ જિલ્લાના અને હાલ ઝૂંપડામાં
રાજકોટ જિલ્લામાં વસવાટ કરે છે. ભોગ બનનાર બજારમાં ગઈ હતી અને આરોપીએ તેને ફોસલાવી
અને બંદકામના ઈરાદે અપહરણ કર્યું હતું. બનાવને લઈને તત્કાલીન પી.આઇ. વી. સી. પરમારે
ગુનો નોંધી અને ગણતરીનાં કલાકોમાં આરોપીને શોધી કાઢયો હતો. સાથે સાથે સુનિલ હિમાસિંગ
નામની વ્યક્તિએ પણ આ અપહરણમાં મદદ કરી હોય તેમની સામે પણ ગુનાની કલમો લગાડી હતી.
ભોગ
બનનારને આરોપી સુરશે લલચાવી ફોસલાવી અને તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.
ત્યારબાદ ભોગ બનનારને ધમકી આપી અને આરોપી સુરેશ હિમાસિંગને સાથે લઈ અને ભોગ બનનારનું
અપહરણ કર્યું હતું. સમગ્ર તપાસના અંતે તપાસ કરનાર અધિકારીએ ચાર્જશીટ
ફરમાવેલું
હતું.
આ કેસ
કોર્ટમાં ચાલી જતા બન્ને પક્ષની દલીલોને સાંભળી અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ
સેશન્સ જજ અલી હુસેન મોહી બુલ્લા શેખે આરોપી સુરેશ દલાસિંગ માવીને દુષ્કર્મને કેસમાં
તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા તથા દંડ ફટકાર્યો છે તથા ભોગ બનનારને વળતર ચૂકવવા આદેશ
કર્યો છે.