• શુક્રવાર, 17 જુલાઈ, 2026

નવમા ધોરણમાં ત્રીજી ભાષાનો ભાર નહીં

સુપ્રીમનો કેન્દ્ર સરકારને નિર્દેશ; પાંચમા કે છઠ્ઠાં ધોરણથી શરૂ કરી દો ને

નવી દિલ્હી, તા. 16 સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ધ્યાન ખેંચનારા નિર્દેશમાં જણાવ્યું હતું કે, નવમા ધોરણના વિદ્યાર્થીઓ પર ત્રીજી ભાષાનો ભાર નાખો. આમ કરવાથી છાત્રોની માનસિક તાણ વધી શકે છે. ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની ખંડપીઠે કહ્યું હતું કે, છાત્રો વધુ સારી રીતે સમજીને તૈયાર થઈ શકે તે માટે પાંચમા કે છઠ્ઠાં ધોરણથી ત્રીજી ભાષા શરૂ કરી દેવી જોઈએ.

સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે આજે કેન્દ્ર સરકારને નવમા ધોરણમાં ત્રીજી ભાષા શરૂ નહીં કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. હકીકતમાં તામિલનાડુની સરકારે રાજ્યના દરેક જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય બનાવવાના મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.

તામિલનાડુ સરકારે નવોદય વિદ્યાલયની ત્રણ ભાષાનીતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી હતીમુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતના વડપણવાળી સુપ્રીમ કોર્ટની એક બીજી ખંડપીઠ પહેલાંથી સીબીએસઈની નવી નીતિઓને પડકારવા સંબંધિત મુદ્દાઓની તપાસ કરી રહી છે. જસ્ટિસ નાગરત્નાએ પોતાના શાળાના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે, અમારા જમાનામાં નવમા ધોરણમાં કઈ ભાષા ભણવી છે તે પસંદ કરવાનો વિકલ્પ વિદ્યાર્થીઓને મળતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક