• મંગળવાર, 25 જૂન, 2024

સંસદનું ઉદ્ઘાટન : માયાવતીનો ટેકો

દ્રોપદી મુર્મૂ વિરુદ્ધ કેમ લડયા ચૂંટણી ? વિરોધીઓને સવાલ

લખનઉ, તા.રપ : નવી સંસદના ઉદ્ઘાટન સમારોહમાં બસપા પ્રમુખ માયાવતી હાજર રહેવાના નથી પરંતુ તેમણે મોદી સરકારને સમર્થન જાહેર કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે કેન્દ્રમાં અગાઉ કોંગ્રેસની સરકાર હોય કે હવે વર્તમાનમાં ભાજપની સરકાર, બસપાએ જનહિતના મુદ્દે હંમેશાં દળગત રાજનીતિથી ઉપર ઉઠીને તેમનું સમર્થન કર્યું છે. ર8મીના સંસદ ભવનના ઉદ્ઘાટનને પણ પાર્ટી આ જ સંદર્ભમાં જોઈને સ્વાગત કરે છે.

માયાવતીએ નવી સંસદનું રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે ઉદ્ઘાટન કરાવવાની માગ અંગે બહિષ્કારને અયોગ્ય ઠેરવ્યું અને કહ્યું કે સરકારે તેને બનાવ્યું છે એટલે તેને ઉદઘાટનનો પણ હક છે. તેને આદિવાસી સમ્માન સાથે જોડવું ન જોઈએ. આવું તેમને રાષ્ટ્રપતિ પદે નિર્વિરોધ ન ચૂંટી તેમના વિરુદ્ધ ઉમેદવાર ઉભા કરતી વખતે વિચારવું જોઈતું હતુ. માયાવતીએ જણાવ્યું કે દેશને સમર્પિત આ કાર્યક્રમમાં સામેલ થવા તેમને નિમંત્રણ મળ્યું છે પરંતુ પાર્ટીને લગતાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને કારણે તે સામેલ થઈ શકશે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024