• મંગળવાર, 25 જૂન, 2024

હવે દોડશે ‘સ્લીપર વંદે ભારત’ ટ્રેન: આવતા વર્ષથી શરૂઆત

રેલવેની તૈયારી: વંદે ભારત મેટ્રો પણ જાન્યુઆરીમાં લોન્ચ કરવાની તૈયારી

નવી દિલ્હી, તા.16 : આવતા વર્ષે માર્ચ મહિના સુધીમાં વંદે ભારત ટ્રેનમાં સ્લીપર કોચ લગાવવાની સરકારની તૈયારી છે. હાલમાં દેશમાં ચેર કારની સુવિધા સાથે વંદે ભારત ચાલી રહી છે. રેલવે હવે રાજધાની એક્સપ્રેસના રૂટ પર વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજના બનાવી રહી છે. આવી સ્થિતિમાં મુસાફરોને રાત્રે આરામ આપવા માટે સ્લીપર કોચ આપવા જરૂરી છે.

ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈએફસી)ના જનરલ મેનેજર બી.જી. માલ્યાએ આજે જણાવ્યું હતું કે  સ્લીપર વંદે ભારત ટ્રેન હાલમાં બની રહી છે અને તે માર્ચ 2024માં લોન્ચ કરવામાં આવશે. આ સાથે વંદે મેટ્રોનું નિર્માણ પણ ચાલી રહ્યું છે. 12 કોચની આ ટ્રેનને જાન્યુઆરીથી ટૂંકા રૂટ પર દોડાવી શકાશે.

માલ્યાએ કહ્યું કે વંદે ભારતનું નોન-એસી ટ્રેન વર્ઝન પણ લોન્ચ કરવાની યોજના છે. તેને આ વર્ષે 31 ઓક્ટોબર પહેલાં લોન્ચ કરવામાં આવશે. આ એક નોન-એસી પુશ-પુલ ટ્રેન હશે, જેમાં 22 કોચ અને બંને બાજુ એક લોકોમોટિવ હશે

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024