• મંગળવાર, 25 જૂન, 2024

પીએફના વ્યાજ ઘટવાની સંભાવના ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કરોડો લોકોને આકરી મોંઘવારીમાં આર્થિક ફટકો પડશે    

નવી દિલ્હી, તા. 17 : ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કરોડો લોકો માટે એક ખરાબ સમાચાર છે. આવનારા દિવસોમાં પ્રોવિડન્ટ ફંડ (પીએફ) પરનું વ્યાજ ઘટી શકે છે. આનાથી ખાનગી નોકરી કરનારાઓ માટે સામાજિક સુરક્ષાનો એકમાત્ર આધાર નબળો પડી શકે છે એમ

 એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

માહિતી અધિકારની અરજી (આરટીઆઈ)ને ટાંકીને અંગ્રેજી અખબારના હેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, ઇપીએફઓએ સરપ્લસનો અંદાજ લગાવ્યા પછી પણ નુકસાન ઉઠાવ્યું હતું. એવું માનવામાં આવતું હતું કે, ઇપીએફઓ પાસે 449.34 કરોડ રૂપિયાની સરપ્લસ હશે, તેને બદલે 197.72 કરોડ રૂપિયાની ખોટનો સામનો કરવો પડયો. આ ઘટનાક્રમ બાદ પીએફ પર આપવામાં આવતા વ્યાજદરો પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.

ઉલ્લેખનીય છે કે, હાલમાં પીએફ પર જે વ્યાજ મળે છે તે પહેલેથી જ ઓછું છે. ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2022-23 માટે પીએફ પર વ્યાજદર 8.15 ટકા નક્કી કર્યો હતો. નાણાં મંત્રાલયનું માનવું છે કે, ઇપીએફ દ્વારા થતાં નુકસાનને ધ્યાનમાં રાખીને પીએફના વ્યાજદર પર પુનર્વિચાર કરવો જરૂરી છે. પીએફના ઊંચા વ્યાજદરો ઘટાડવાની અને તેને બજારદરની સમકક્ષ લાવવાની જરૂર છે એવું નાણાં મંત્રાલયનું વલણ છે.

જો કે, અત્યારે જો પીએફ પર મળતા વ્યાજની બજાર સાથે સરખામણી કરીએ તો તે ખરેખર વધારે છે. નાની બચત યોજનાઓમાં ફકત એક જ વરિષ્ઠ નાગરિક બચત યોજના?છે, જે હાલમાં પીએફ કરતા વધુ વ્યાજ આપી રહી છે. આ યોજનાનો વ્યાજદર હાલમાં 8.20 ટકા છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાથી લઇને નેશનલ સેવિંગ્સ (એનએસસી) દરેક  વસ્તુ પર વ્યાજદરો પીએફ કરતા ઓછા છે. આ કારણોસર નાણાં મંત્રાલય લાંબા સમયથી પીએફના વ્યાજને આઠ ટકાથી નીચે લાવવાની તરફેણ કરી રહ્યું છે.

બીજી તરફ જો આપણે પીએફ પર પહેલેથી જ મળતા વ્યાજ પર નજર કરીએ તો પીએફ પર વ્યાજમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. નાણાકીય વર્ષ 2015-16માં પીએફ પર વ્યાજદર 8.80 ટકાથી ઘટાડીને 8.70 ટકા કરવામાં આવ્યો હતો. ટ્રેડ યુનિયનોના વિરોધ બાદ તે ફરી 8.80 ટકા કરવામાં આવ્યો હતો. તે પછી પીએફ પર વ્યાજદરો સતત ઘટતા ગયા અને 2021-22માં 8.10 ટકાના નીચાં સ્તરે આવી ગયાં હતાં. 2022-23માં તેમાં નજીવો વધારો કરીને 8.15 ટકા કરવામાં આવ્યો હતો.

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કરોડો લોકો માટે પીએફ સામાજિક સુરક્ષાનો સૌથી મોટો આધાર છે. પીએફ પર સારું વ્યાજ મળવાથી કરોડો લોકોને ફાયદો થઇ રહ્યો છે. હાલમાં ઇપીએફઓના ગ્રાહકોની  સંખ્યા છ કરોડથી વધુ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024