• મંગળવાર, 25 જૂન, 2024

મ.પ્ર.માં ભારે વરસાદ : ઇન્દોર જળબંબોળ

            સેંકડો મકાનો ડૂબમાં

            ઉજ્જૈન પણ પાણી પાણી : જરૂર પડયે સેનાની મદદ લેવાશે

ભોપાલ, તા. 17 : ભારે વરસાદને લીધે ઉજ્જૈન સહિત મધ્યપ્રદેશના ઘણા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. સેંકડો મકાનો પાણીમાં ડૂબી ગયા છે. ઇન્દોરમાં ચોમેર પાણી ફરી વળતાં 300થી વધુ જણને નીચાણવાળા વિસ્તારમાંથી સલામત સ્થળેખસેડાયા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, પૂરરાહત કામગીરીમાં જરૂર પડયે સેના અને વાયુદળની મદદ લેવાશે.

પાણી વરસતાં અનેક કોલોનીઓ જળબંબાકાર થઇ છે. લોકોને બહાર કાઢવા માટે મોટર બોટનો ઉપયોગ કરવો પડે છે. એસડીઆરએફની ટીમ સતત સેંકડો લોકોને બહાર કાઢી રહી છે.

ઉજ્જૈનમાં શિપ્રા નદીમાં પૂરને લીધે આસપાસના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. સુદર્શનનગર કોલોની, એકતાનગર, પ્રેમનગર વગેરે વિસ્તારોમાં સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયા છે. ઘણા વિસ્તારોમાં પાણી ઘરના પહેલા માળ સુધી વહી ગયા છે. શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર કરાઇ છે. એસડીઆરએફ જિલ્લા કમાન્ડન્ટ સંતોષ જાટે જણાવ્યું હતું કે, જ્યારથી 250 ઘરો ડૂબી ગયા હોવાની માહિતી મળી છે ત્યારથી અમારી ટીમ લોકોને બહાર કાઢવામાં સતત વ્યસ્ત છે. રાત્રે પણ લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ રહી હતી. અત્યાર સુધીમાં 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024