• શનિવાર, 27 જુલાઈ, 2024

ચીની સબમરીનને દુર્ઘટના નડી : રક્ષામંત્રી પણ ગાયબ

            તાઈવાને સબમરીન મુદ્દે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો : 100 સૈનિકો

            માર્યા ગયાના અહેવાલ

નવી દિલ્હી, તા. 17 : ચીનનું રક્ષા ક્ષેત્ર વર્તમાન સમયે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ઓગસ્ટ 2023મા એવા અહેવાલ સામે આવ્યા હતા કે તાઈવાનના સમુદ્ર નજીકથી સાર થતા સમયે ચીનની પરમાણુ ક્ષમતા ધરાવતી સબમરીન ગંભીર દુર્ઘટનાનો શિકાર બની છે. જો કે ચીનના રક્ષા મંત્રાલય દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. બીજી તરફ ચીનના રક્ષા મંત્રી શી શાંગફૂ પણ બે અઠવાડિયાથી ગાયબ છે. જેને  લઈને ચર્ચાઓએ જોર પકડયું છે.

પીએલએ નૌસેનાની સૌથી શક્તિશાળી સબમરીનમાંથી એક ટાઈપ 093 શાંગ ક્લાસ દુર્ઘટનાનો શિકાર બની હોવાના અહેવાલ 21 ઓગષ્ટથી સામે આવી રહ્યા હતા. અમુક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સબમરીનમાં 100 સૈનિકો હતા અને તમામ માર્યા ગયા છે. જો કે ચીન દ્વારા કોઈપણ પ્રકારના રિપોર્ટની પુષ્ટી કરવામાં આવી નથી. ચીન પાસે કુલ છ શાંગ શ્રેણીની પરમાણુ ઊર્જાથી ચાલતી સબમરીન છે. અમેરિકાના માનવા પ્રમાણે ચીનના રક્ષા મંત્રીની તપાસ ચાલી રહી છે. શાંગફૂ પાસેથી રક્ષા મંત્રાલયની જવાબદારી પરત લેવામાં આવી છે. રક્ષા મંત્રી ગાયબ થવાની સ્થિતિ કોમ્યુનિસ્ટ પાર્ટીમા ઉથલપાથલના સંકેત આપે છે.

તાઈવાનના રક્ષા મંત્રાલય તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. ગયા મહિને તાઈવાનના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે તે સબમરીન દુર્ઘટનાની પુષ્ટી કરી શકે નહી પણ હવે તેણે વલણ બદલી નાખ્યું છે. તાઈવાને કહ્યું છે કે ચીનની સબમરીનનો મામલો સંવેદનશિલ છે અને આ મામલે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવી યોગ્ય નથી. શાંગ ક્લાસ ચીનની બીજી પેઢીની પરમાણુ એકેટ સબમરીનનો એક મોટો હિસ્સો છે. ચીની સેના પાસે છ પ્રકારની શાંગ ક્લાસ સબમરીન સેવામાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024