• શનિવાર, 27 જુલાઈ, 2024

નડ્ડાજી અમને નાના બતાવવા ઈન્ડી કહે છે : ખડગે

 વિશેષ સત્રમાં ખડગેએ કહ્યું, 70 વર્ષમાં કોંગ્રેસે લોકતંત્ર મજબૂત કર્યું : અધીર રંજને ઈન્દિરા, નેહરુની સાથે વાજપેઈની પ્રશંસા કરી

 

નવી દિલ્હી, તા. 18 : સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર સોમવારથી શરૂ થયું છે. સત્રના પહેલા દિવસે સૌથી પહેલા લોકસભા સ્પીકર અને પછી પીએમ મોદીનું સંબોધન થયું હતું. ત્યાર બાદ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગેએ સદનને સંબોધન કર્યું હતું. આ દરમિયાન બન્ને નેતાએ ઘણા મુદ્દા સદનની સામે રાખ્યા હતા. તેમણે ભાજપ ઉપર પ્રહાર કર્યો હતો અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. ખડગેએ પોતાના ભાષણમાં જી20ને જી20કહ્યું હતું. જેને લઈને સભાપતિ ધનખડે ટોકતા ખડગેએ કહ્યું હતું કે જી20માં ઝીરો કમળમાં દબાયો છે. ખડગેએ કહ્યું હતું કે નડ્ડાજી અમને નાના કરવા ઈન્ડી બોલે છે. જો કે અમે ઈન્ડિયા જ રહેશું. બીજી તરફ અધીર રંજન ચૌધરીએ પણ કોંગ્રેસના કામોની ગણતરી કરાવી હતી. પોતાના ભાષણમાં ચૌધરીએ નહેરુ, ઈન્દીરાથી લઈને અટલ બિહારી વાજપેઈની પણ પ્રશંસા કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેએ સદનમાં કહ્યું હતું કે સવાલ કરવામાં આવે છે કે 70 વર્ષમાં શું કર્યું. આ 70 વર્ષમાં કોંગ્રેસે લોકતંત્ર મજબૂત કર્યું છે. નેહરુના કાળમાં પાયો નખાયો હતો અને પાયાના પથ્થર દેખાતા નથી. ખડગેએ મણિપુરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે પીએમ મોદી મણિપુર વિશે બોલી રહ્યા નથી. પીએમ મોદીએ નવ વર્ષમાં પરંપરાગત નિવેદનને છોડીને માત્ર બે વખત નિવેદન આપ્યું છે. આ લોકતંત્ર નથી. ખડગેના સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા જયરામ રમેશે સભાપતિ ધનખડે ટકોર પણ કરી હતી.

ધનખડે કહ્યું હતું કે ખડગે બોલી રહ્યા છે ત્યારે જયરામ રમેશ પણ વિપક્ષના નેતા બનવાની કોશિશ કરી રહ્યા છે. આ તેઓની આદત બની ગઈ છે.  સંસદના વિશેષ સત્રની શરૂઆતમાં અધીર રંજને સંબોધન કરીને દેશના વિકાસમાં કોંગ્રેસની સરકારનો ફાળો ગણાવ્યો હતો. અધીર રંજને કહ્યું હતું કે સંસદમાં સંવિધાનની ચર્ચા થાય ત્યારે નેહરુજી અને બાબા સાહેબ આંબેડકરની ચર્ચા જરૂર થાય છે.

પંડિત નેહરુએ કપરી સ્થિતિમાં દેશ સંભાળ્યો હતા. 1946માં નેહરુજીએ એટોમિક રિસર્ચ કમિટી બનાવી હતી. બાદમાં ઈસરો બન્યું હતું.  1974માં ઈન્દીરાજીએ પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. બાદમાં વિદેશી તાકાતોએ દરેક પ્રયાસ કર્યા હતા પણ અટલજી રોકાયા નહોતા. નરસિમ્હા રાવના સપનાને અટલ બિહારી વાજપેઈને પુરૂ કર્યું હતું. બાદમાં પ્રતિબંધો લાગ્યા હતા તે હટાવવાનું કામ મનમોહનસિંઘ સરકારે કર્યું હતું

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024