• મંગળવાર, 28 નવેમ્બર, 2023

સમલૈંગિકોની સુરક્ષા માટે તામિલનાડુ સરકારને હાઈકોર્ટનો આદેશ સજાતીય યુગલને સુરક્ષા પૂરી પાડવા માટે પ્રક્રિયા પણ સૂચવી

ચેન્નઈ, તા.18: સમલૈંગિક સમુદાયને એક મોટી રાહતમાં મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુ સરકારને આદેશ આપ્યો છે કે, પારિવારિક સંઘો તરફથી આપવામાં આવેલા દસ્તાવેજોને માન્ય કરીને સજાતીય યુગલને સમાજમાં માન્યતા આપવામાં આવે.

અદાલતે કહ્યું હતું કે, આ પગલાંથી સાથે રહેવાની ઈચ્છા ધરાવતા સજાતીયોને સમાજમાં સ્થાન મળશે અને તે વિનાભય જીવી શકશે. એક લેસ્બિયન કપલ દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને એવી દહેશત દેખાડવામાં આવી હતી કે તેમને પોતાનાં સંબંધીઓથી જ ભય છે.

જસ્ટિસ એન. આનંદ વેંકટેશે આ મામલે આદેશ જારી કરતાં કહ્યું હતું કે, આ પ્રકારનાં સમલૈંગિક સંબંધોમાં રહેતા લોકોને સ્થાન આપવામાં આવે તો એલજીબીટીક્યુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત બનશે અને તેમને શોષણથી સુરક્ષિત કરી શકાશે. અદાલતે પોતાનાં આદેશમાં કહ્યું છે કે, નોંધણીની પ્રક્રિયા દરમિયાન પારિવારિક સંગઠન દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોને માન્ય કરતા રાજ્ય સરકાર ડીડીનાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા નિર્ધારિત કરી શકે છે.

 

 

Sports

ભારતનું લક્ષ્ય શ્રેણી કબજે કરવી: આજે ત્રીજો T-20 પ્રવાસી ટીમ ઓસ્ટ્રેલિયા પર શ્રેણી જીવંત રાખવાનું દબાણ November 28, Tue, 2023

Crime

મોરબીમાં દલિત યુવાનને ચપ્પલ ચટાવનાર યુવતી-બે સાગરીત પોલીસમાં હાજર લૂંટની કલમનો ઉમેરો: અન્ય સાગરીતોની શોધખોળ November 28, Tue, 2023