• શનિવાર, 27 જુલાઈ, 2024

મોદીની ‘તેજસ’ ઉડાન પર ઘમસાણ !

તૃણમૂલ સાંસદ સેન : તેજસ વિમાન તૂટી જવાનો ભય; પૂનાવાલાનો પલટવાર: દુશ્મન જેવી કામના !

નવી દિલ્હી, તા. 27 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘તેજસ’ યુદ્ધ વિમાનની ઉડાન ભરી એ પ્રસંગ પર રાજકીય ઘમસાણ સર્જાયું હતું. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ શાંતનું સેન અને કુણાલ ઘોષે મોદી પર પ્રહાર કર્યા હતા. ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ બન્ને પર પલટવાર કર્યા હતા.

તૃણમૂલ નેતા શાંતનુએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી ઈસરો ગયા તો ચંદ્રયાન-2 નિષ્ફળ થઈ ગયું. કંગના રનૌત તેમને મળી તો તેની ફિલ્મ સુપર ફલોપ થઈ ગઈ.

એ જ રીતે વડાપ્રધાન સ્ટેડિયમમાં ગયા એટલે લગાતાર 10 જીત પછી ભારતીય ટીમને ફાઈનલમાં હાર ખમવી પડી. મને ડર છે કે, થોડા સમયમાં જ ‘તેજસ’ યુદ્ધ વિમાન દુર્ઘટનાગ્રસત ન થઈ જાય, તેવો કટાક્ષ સેને કર્યો હતો.

કેસરિયા પક્ષના પ્રવક્તા પૂનાવાલાએ પલટવાર કરતાં કહ્યું હતું કે, મોદી અને ભાજપથી નફરત કરતાં-કરતાં આપ સેના, વાયુદળથી એ હદે નફરત કરવા લાગ્યા છો કે, તેના નુકસાનની કામના કરો છો.

મમતા બેનર્જીમાં રાષ્ટ્રભક્તિ, નૈતિકતાનો એક પણ અંશ હોય, તો શાંતનુ સેનને પક્ષમાંથી તાત્કાલિક બરખાસ્ત કરી બતાવે તેવો પડકાર તેમણે ફેંકયો હતો.

‘તેજસ’ યુદ્ધવિમાન તૂટી પડશે તો નુકસાન કોને થશે, તેવું પૂછતાં પૂનાવાલાએ કહ્યું હતું કે, ભારતના પાક અને ચીન જેવા દુશ્મન કરે છે તેવી કામના એક ભારતીય સાંસદ કરી રહ્યા છે. તૃણમૂલે તો સર્જિકલ સ્ટ્રાઈક પર પણ સવાલો ખડા કર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024