• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

યુપીના ‘લેડી સિંઘમ’ સાથે ગઠિયાએ કરી લીધા લગ્ન ! પતિ નીકળ્યો નકલી IRS, છૂટાછેડા

લખનઉ, તા. 11 : ઉત્તર પ્રદેશમાં લેડી સિંઘમ તરીકે જાણિતા ડીએસપી શ્રેષ્ઠા ઠાકુર સાથે છેતરપિંડી થઈ છે. મેટ્રોમોનિયલ સાઈટના માધ્યમથી તેમના લગ્ન ર018માં રોહિત રાજ સાથે થયા હતા જેણે પોતાની ઓળખ આઈઆરએસ અધિકારી તરીકે આપી હતી. લગ્ન બાદ ખુલાસો થયો કે રોહિત આઈઆરએસ નથી. તેણે રાંચીના ડે.કમિશનરના ભળતા નામનો ઉપયોગ કરીને લગ્ન કરી લીધા હતા. 

શામલીમાં ડે.એસપી તરીકે તૈનાત શ્રેષ્ઠા ઠાકુરે હવે છૂટાછેડા લઈ લીધા છે અને આરોપી પર કેસ કર્યો છે. આરોપી શખસ હજૂય પોલીસ અધિકારી શ્રેષ્ઠા ઠાકુરના નામનો દુરુપયોગ કરતો હોવાથી તેના વિરુદ્ધ ગાઝિયાબાદના કૌશાંબીમાં ફરિયાદ નોંધાવી ધરપકડ કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024