• મંગળવાર, 23 એપ્રિલ, 2024

આતંકવાદને લઈને ભારત અને ગ્રીસની ચિંતા સમાન : મોદી

-ગ્રીક પીએમ અને પ્રતિનિધિમંડળનું પીએમ મોદીએ કર્યું સ્વાગત

નવી દિલ્હી, તા. 21 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગ્રીસના પીએમ ક્યારીકોસ મિત્સોટાકિસ વચ્ચે દિલ્હીમાં પ્રતિનિધીમંડળ સ્તરની વાતાચીત થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ ગ્રીસના પીએમ અને પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે 16 વર્ષ બાદ કોઈ ગ્રીક પીએમની ભારતની મુલાકાત ઐતિહાસિક ઉત્સવ છે. વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આતંકવાદને લઈને ભારત અને ગ્રીસની ચિંતાઓ સમાન છે.

ક્યારીકોસ મિત્સોટાકિસ સાથે સંયુક્ત પ્રેસ વાર્તામાં પીએમ મોદીએ કહ્યું હતું કે બેઠકમાં ઘણા ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બન્ને દેશ સહમત છે કે તમામ વિવાદોનો અંત કુટનીતિક રીતે થયો જોઈએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક