• મંગળવાર, 23 એપ્રિલ, 2024

માલદીવ ફસાયું : ચીને મોકલ્યું જાસૂસી જહાજ

નવી દિલ્હી, તા. 22 : મોહમ્મદ મુઈજ્જુ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદથી માલદીવ અને ભારત વચ્ચે સંબંધોમાં કડવાશ આવી છે. પહેલા માલદીવે ભારતીય સૈનિકોને પરત ફરવા કહી દીધું હતું અને પછી ચીન સાથે મિત્રતા ગાઢ કરવાની શરૂઆત કરી છે. ચીન સાથે નજીકતા બનાવતાની સાથે જ ચીને પોતાની રમત શરૂ કરી દીધી છે. હકીકતમાં ચીને ફાયદો ઉઠાવતા પોતાના સર્વે જહાજને માલદીવ મોકલી દીધું છે. ચીન ઉપર જહાજો મારફતે જાસુસીનો આરોપ વારંવાર લાગે છે. બીવજી તરફ માલદીવ સાથે ભારત માટે પણ ચીનનું જાસુસી જહાજ ચિંતાનો વિષય છે અને આ જ કારણથી ચીનની હરકત ઉપર ભારતની પુરી નજર છે.

---------

ચીન સીમાએ દાદાગીરી કરે છે’

ભારત-અમેરિકાની શિખર બેઠકમાં સંરક્ષણ સચિવ અરમાને

નવી દિલ્હી, તા. 22 : ભારતના સંરક્ષણ સચિવ ગિરધર અરમાનેએ જણાવ્યું કે, ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર દાદાગીરી કરી રહ્યું છે. બીજીતરફ, ભારતીય સેના પણ તેનો બહાદુરીભેર સામનો કરી રહી છે. ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ઉદ્યોગ સહકાર વધારવા માટે દિલ્હીમાં યોજિત ઈન્ડસ-એકસ શિખર બેઠકમાં તેમણે આવો ખુલાસો કર્યો હતો. લદ્દાખમાં ચીન સાથે મે-2020માં સંઘર્ષ પછીથી અમેરિકા તરફથી ગુપ્તચર જાણકારી રૂપે  મળેલી મદદ બદલ ભારતના સંરક્ષણ સચિવે આભાર માન્યો હતો.  અરમાનેએ આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, ગલવાન સંઘર્ષ જેવી સ્થિતિ સર્જાય તો વળતી લડત આપવા માટે સેના એલર્ટ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક