• શનિવાર, 27 જુલાઈ, 2024

કેજરીવાલ રાજીનામું ન આપે’

પત્ની સુનીતાને સમજાવવા દોડયા 55 ધારાસભ્ય

નવી દિલ્હી, તા.ર : દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીના પપ ધારાસભ્ય મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતાને મળ્યાં હતાં અને જેલમાં બંધ અરવિંદ કેજરીવાલ રાજીનામું ન આપે તે માટે  અપીલ કરી હતી. મુખ્યમંત્રી કેજરીવાલની ગેરહાજરીમાં તેમનાં પત્નીએ ધારાસભ્યો સાથે બેઠક કરી તેમને સાંભળ્યા હતા. આપના ધારાસભ્યોએ સુનીતા કેજરીવાલ સમક્ષ રજૂઆતમાં કહ્યંy કે દિલ્હીની ર કરોડ જનતા કેજરીવાલ સાથે ઉભી છે. કોઈ પણ કિંમતે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું ન આપે અને જેલમાંથી સરકાર ચલાવે. રજૂઆત માટે પપ ધારાસભ્ય પહોંચ્યા હતા અને 4 ધારાસભ્ય દિલ્હી બહાર હોવાથી હાજર ન હતા.

મને ભાજપમાં જોડાવા ઓફર - ધમકી : આતિશી

બીજીતરફ આપ ના નેતા આતિશીએ પત્રકાર પરિષદ યોજી આરોપ લગાવ્યો કે, મારા નજીકના લોકો મારફત તેમને ભાજપમાં જોડાવા ઓફર કરવામાં આવી હતી અને ઈનકાર કરવા પર એક મહિનામાં નિવાસસ્થાને ઇડી રેડ અને ધરપકડની ધમકી અપાઈ હતી. આગળ જતાં તેમનો ઉપરાંત સૌરભ ભારદ્વાજ, રાઘવ ચઢ્ઢા અને દુર્ગેશ પાઠકનો વારો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024