• શનિવાર, 27 જુલાઈ, 2024

વિલય પહેલા ‘િવસ્તારા’ સંકટમાં

પાયલટ, ક્રૂની તંગીને કારણે 100 ઉડાન રદ-મોડી

નવી દિલ્હી, તા.ર : ટાટા જૂથ અને સિંગાપુર એરલાયન્સનું સંયુક્ત સાહસ વિસ્તારા એરલાયન્સમાં ગંભીર કટોકટી સર્જાયાનું સામે આવ્યું છે. અચાનક 100 જેટલી ફલાઇટમાં રદ કરવી પડી તથા મોડી પડી હતી. કહેવાય છે કે એર ઇન્ડિયામાં મર્જ થાય તે વિસ્તારા એરલાયન્સ પાયલોટો તથા ક્રૂની તંગી સામે ઝઝૂમી રહી છે.

ગત સપ્તાહ દરમિયાન એર લાયન્સમાં મોટી સંખ્યામાં ફલાઇટો રદ થવા તથા મોડી પડતા મુસાફરોને પડી રહેલી હાલાકી અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જવાબ માગ્યો છે. મંત્રાલયના અધિકારી સૂત્રો અનુસાર ગત સપ્તાહ દરમિયાન 100 જેટલી ઉડાન રદ થઈ તથા મોડી પડી હતી. મંગળવારે પણ 70 જેટલી ફલાઇટ રદ થાય તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી. એર લાયન્સનાં સૂત્રો અનુસાર નવા કરાર હેઠળ પગારમાં કાપનો વિરોધ કરાઈ રહયો છે જેને કારણે પૂરતાં પ્રમાણમાં પાયલોટ તથા ક્રૂ ઉપલબ્ધ નથી એટલે છેલ્લા કેટલાક દિવસમાં ફલાઇટો રદ થવા તથા મોડી પડવાની સમસ્યા ઉદ્ભવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક