• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ગોળીબાર કેસ : સલમાને લીધું બિશ્નોઈ ગેંગનું નામ

- સલમાન ખાને પોલીસને આપેલાં નિવેદનમાં દાવો કર્યો હતો કે, લોરેન્સ બિશ્નોઈની ગેંગે તેને મારવા પ્રયાસ કર્યો હતો

મુંબઈ, તા.24: પોતાનાં ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ ઉપર થયેલા ગોળીબારનાં કેસમાં બોલીવૂડ સ્ટાર સલમાન ખાને મુંબઈ પોલીસ સમક્ષ આપેલાં નિવેદનમાં દાવો કર્યો હતો કે, તેને લાગે છે કે, લોરેન્સ બિશ્નોઈની ગેંગ દ્વારા તેને મારવાની કોશિશ કરવામાં આવી હતી.

એપ્રિલમાં અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને ફાયારિંગ કેસમાં મુંબઈ પોલીસે વિશેષ અદાલતમાં આ મહિનાની શરૂઆતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ મુજબ અભિનેતા સલમાન ખાને કહ્યું હતું કે તેનું માનવું છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ તેને અને તેના પરિવારને મારવા માટે તેનાં ઘરે ફાયારિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. સલમાન ખાને પોતાનાં નિવેદનમાં કહ્યું છે કે તેણે કંઈ ખોટું કર્યું નથી, તેમ છતાં તેને અને તેના આખા પરિવારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને હેરાન કરવામાં આવી રહ્યો છે.

ચાર્જશીટ અનુસાર, સલમાનનું કહેવું છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તેની પાસેથી પૈસા પડાવવા માટે આવું કરી રહ્યો છે. તેણે પોલીસને આવી ઘણી ઘટનાઓ વિશે પણ જણાવ્યું જ્યાં તેને ધમકીઓ મળી. અભિનેતાએ કહ્યું કે તેને લાગ્યું કે બિશ્નોઈ ગેંગની સતત ધમકીઓને કારણે તેનો પરિવાર ડરમાં જીવે છે. આ વર્ષે 14 એપ્રિલની સવારે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે મોટરસાઇકલ સવારોએ ચાર ગોળી ચલાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક