• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

આટકોટના કન્યા છાત્રાલયમાં યુવતી પર બે ટ્રસ્ટી દ્વારા દુષ્કર્મ

વિદ્યાર્થિનીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો: જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ અને પાંચવડાના પુર્વ સંરપંચને શોધતી પોલીસ

 જસદણ તા. 25:  (ફૂલછાબ ન્યૂઝ) આટકોટમાં આવેલા માતુશ્રી ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી પર ટ્રસ્ટના જ બે ટ્રસ્ટીઓએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે ટ્રસ્ટી અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિ તથા પાંચવડાના પૂર્વ સરપંચ સામે ગુનો નોંધ્યો છે.

જિલ્લા પોલીસ વડાને મળેલી લેખિત ફરિયાદમાં જણાવાયું હતું કે આટકોટમા માતુશ્રી ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર સંસ્થાના ટ્રસ્ટી , પાંચવડાના પુર્વ સરપંચ મધુ ટાઢાણી અને વીરનગરમાં રહેતા જિલ્લા પંચાયતના સદસ્યના પતિ પરેઈં રાદડિયાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આટકોટ પોલીસે તપાસ હાથ ધરીને બન્ને વિરુદ્ધ પોસ્કો સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે જ્યારે આ મુદ્દે છાત્રાલયના ટ્રસ્ટી અરજણ રામાણીને રજૂઆત કરી ત્યારે તેમણે કહ્યું કે આ બન્ને તો મારા મિત્ર છે. ફરિયાદ કરવાથી કંઈ નહીં થાય. પરેઈં રાદડિયાએ યુવતીને છાત્રાલયમાં રેક્ટર બનાવી હતી. રેક્ટર તરીકે રિપોર્ટ માગવાના બહાને બોલાવીને તેણે દુષ્કર્મ ગુજાર્યું હતું તેવું પણ ફરિયાદમાં જણાવાયું છે. મધુ ટાઢાણીએ હોસ્ટેલનો રંગકામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. તેથી નિરિક્ષણ કરવાના બહાને યુવતીના રુમમાં જઈને અડપલાં કરતો. બન્નેના ત્રાસથી કંટાળી યુવતી સુરત જતી રહી હતી.  જેમના વિરુદ્ધ ફરિયાદ છે તે બન્ને પણ ત્યાં પહોંચ્યા હતા અને બળજબરી કરીને મોટરકારમાં પણ બન્નેએ અગાઉની ઘટનાનું પુનરાવર્તન કર્યું હતું.

યુવતીની સગાઈની વાત પણ ચાલુ હતી. આખરે તેણે આ બન્ને વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને ટ્રસ્ટીને શોધવા પ્રયાસ હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે વિવિધ માધ્યમો પર યુવતીનો કથિત વીડિયો પણ વાયરલ છે જેમાં તે કહે છે કે મધુ અને પરેશે દુષ્કર્મ ગુજારીને તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક