• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

વડોદરામાં સગીરાને કુંવારી માતા બનાવનાર શખસને 20 વર્ષની સજા

વડોદરા, તા.ર3 : વડોદરામાં સગીરાને કુંવારી માતા બનાવનાર શખસને કોર્ટે તકસીરવાન ઠરાવી ર0 વર્ષની સજા અને રૂ.ર0 હજારનો દંડ ફટકારતો તેમજ સગીરા અને બાળકને રૂ.10 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યે હતો.

આ અંગેની વિગત એવી છે કે, વડોદરામાં મદાર મહોલ્લામાં રહેતા અઝીમુદીન બદરુદીન સૈયદ નામના શખસે ર0ર1ની સાલમાં એક સગીરાને આજવા નીમેટા ફરવા લઈ જવાના બહાને આજવાની એક હોટલમાં લઈ ગયો હતો અને બાદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અનેક વખત મહીસાગર નદીના કાંઠે સિધરોટ ખાતેની ઝાડી વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચવામાં આવતા સગીરા સર્ગભા બની હતી અને મામલોપોલીસમાં પહોંચ્યો હતો.

આ બનાવ અંગે સગીરાના પરિવારે અઝીમુદીન બદરુદીન સયેદ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. દરમિયાન સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો.

દરમિયાન આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટે અમઝુદીન બદરુદીન સૈયદને તકસીરવાન ઠરાવી ર0 વર્ષની સજા અને રૂ.ર0 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યે હતો અને બાળક-સગીરાને રૂ.10 લાખની રકમ વળતર ચુકવવા આદેશ કર્યે હતો.

 

 

 વડોદરામાં સગીરાને કુંવારી માતા બનાવનાર શખસને 20વડોદરામાં સગીરાને કુંવારી માતા બનાવનાર શખસને 20

ઇ-પેપરના નવા શુલ્ક