• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

VVIP સુરક્ષામાં ચૂક નહીં ચાલે

ટ્રમ્પ પર હુમલાની ઘટના બાદ મોદી સરકારનો રાજ્યો, કેન્દ્રીય સશત્ર દળોને નિર્દેશ

નવી દિલ્હી, તા. 25 : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજ્યો અને કેન્દ્રીય સશત્ર પોલીસ દળોને વીવીઆઇપી હસ્તીઓની સુરક્ષા વધારવાનો નિર્દેશ આપતાં કહ્યું હતું કે, સુરક્ષામાં ચૂક સહન નહીં કરી લેવાય.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની તાજી ઘટના બાદ મોદી સરકાર તરફથી આદેશ?સાથે એલર્ટ જારી કરાયું છે.

સરકારે જેમને વધુ પડતું જોખમ છે તેવા ગણમાન્ય વ્યક્તિઓની સુરક્ષા પર વધારે ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે તેના  નિર્દેશમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે, પાકના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન, આર્જેન્ટિનાના ઉપરાષ્ટ્રપતિ ક્રિસ્ટીના ફર્નાન્ડીઝ?પર થયેલા હુમલાઓનો ઉલ્લેખ કર્યો હતો.

આ હાઇપ્રોફાઇલ હુમલાની ઘટનાઓ બાદ દુનિયાભરમાં વીવીઆઇપી સુરક્ષાના મુદ્દા પર ચિંતા વધી છે.

મોદી સરકારના નિર્દેશમાં ભૌતિક સુરક્ષા ઉપાય, તાંત્રિક દેખરેખ અને આકસ્મિક અભ્યાસ એ ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં સુધારા પર ભાર મુકાયો છે.

એ સિવાય અંગત સુરક્ષા અધિકારીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા વિશે પણ વિસ્તારભેર વાત કરતાં સરકારે તમામ સંબંધિત વિભાગો, તંત્રોને સુરક્ષા મુદ્દે એલર્ટ રહેવા નિર્દેશ આપ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક