• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

જામનગરમાં મકાનમાંથી જુગાર ક્લબ ઝડપાઈ : નવ શખસ પકડાયા રોકડ - વાહન - મોબાઇલ સહિત રૂ.12.24 લાખની મતા કબજે

જામનગર, તા.ર3 : મહાદેવનગર વિસ્તારમાં રહેતો લાખા દલુ ધારાણી નામનો શખસ તેના મકાનમાં ઘોડીપાસાની જુગાર ક્લબ ચલાવતો હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે દરોડો પાડયો હતો અને મકાન માલિ0ક લાખા ધારાણી તેમજ સતીષ હરીશ મંગેઝ, હેમત અમલ ગંઢા, યાસીન ઈબ્રાહિમ સંધી, સાજણ નાથા ગઢવી, ડાડુ કરણા ભાટિયા, કચરા લગધીર ગઢવી અને બિપીન સોમા ચાવડાને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.1.પ3 લાખની રોકડ, આઠ મોબાઇલ, કાર અને બાઇક સહિત રૂ.1ર.ર4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખંભાળિયા હાઇ વે પર બાઇક રેસનો જુગાર રમતા સાત સ્ટંટબાજો ઝડપાયા

અલગ અલગ બે ગ્રુપમાં ધૂમસ્ટાઇલથી બાઇક ચલાવતા’તા

જામનગર, તા.ર3 : સિક્કા ગામથી ખંભાળિયા બાયપાસ ચોકડી સુધીના હાઇ વે પર અંદાજે 30 કિ.મિ.રોડ પર અલગ અલગ બે ગ્રુપમાં બાઇકસવારો દ્વારા રેસ લગાવી જુગાર રમવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને પોલીસની તપાસમાં એક ગ્રુપના ચાર શખસ દ્વારા સિક્કાથી 30 કિ.મિ.બાઇક રેસ કરીને સ્ટંટ કરવામાં આવતો હોવાનું ખૂલ્યું હતું.

આ મામલે પોલીસે સિક્કાના રિક્ષાચાલક એજાજ જુનુસ કેર, અલી અસગર ઈકબાલ કુંગડા, અસગર મહમદ સંભણિયા અને જવાજ અબ્દુલ મેપાણીને ઝડપી લીધા હતા અને ત્રણ બાઇક તથા રોકડ સહિત રૂ.1.3ર લાખની મતા કબજે કરી હતી.

જેમ જ બીજા ગ્રુપના ત્રણ શખસને ઝડપી લઈ બાઇક અને રોકડ સહિત રૂ.1.1પ લાખની મતા કબજે કરી હતી. પોલીસે સાત શખસ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક