• મંગળવાર, 30 એપ્રિલ, 2024

જથ્થાબંધ ફુગાવો આંશિક વધીને 0.53 %

ડુંગળી અને બટેટાનાં ભાવે વધારી ચિંતા: ક્રૂડ ઓઈલનાં ભાવમાં વધારો પણ ફુગાવો વધવાનું પ્રમુખ કારણ

નવી દિલ્હી, તા.1પ : લોકસભાની ચૂંટણી પહેલા દેશની જનતાને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા જથ્થાબંધ મોંઘવારીનાં આંકડાઓમાં આ ચિત્ર સામે આવે છે. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 0.20 ટકા હતો. જે માર્ચમાં વધીને 0.પ3 ટકા થઈ ગયો છે. જેમાં સૌથી વધુ ભાવ બટેટા અને ડુંગળીનાં વધેલા છે.

જથ્થાબંધ ભાવાંક માર્ચમાં આંશિક વધ્યો છે. દેશમાં શાકભાજી, બટેટા, ડુંગળ અને ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારાનાં કારણે જથ્થાબંધ મોંઘવારી વધીને 0.પ3 ટકા થયો છે. જથ્થાબંધ ફુગાવો ઓક્ટબરથી સતત શૂન્ય કરતાં નીચે રહ્યો છે. નવેમ્બરમાં તે 0.26 હતો અને ડિસેમ્બર 2022માં તે પ.02 ટકા ટકાનાં સ્તરે હતો.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આજે સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, અખિલ ભારતીય જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર માર્ચ 2024માં 0પ3 ટકા રહ્યો છે. બટેટાનાં ભાવમાં ફુગાવો માર્ચ 2023માં 2પ.પ9 ટકા હતો અને માર્ચ 2024માં તે પ2.96 ટકા થઈ ગયો છે. ડુંગળીનાં ફુગાવાની વાત કરવામાં આવે તો માર્ચ 2023માં શૂન્યથી 36.83 ટકા નીચે હતો પણ તે હવે વધીને માર્ચ 2024માં પ6.99 ટકા થઈ ગયો છે. આ આંકડાઓ અનુસાર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતો વધતા આ વર્ષે માર્ચમાં તેનો ફુગાવો 10.26 ટકા થયો છે. જો કે ખાદ્ય ચીજોનાં ભાવમાં ઘટાડો થવાનાં કારણે આ વર્ષે માર્ચમાં રિટેલ ફુગાવો ઘટીને પાંચ માસનાં નીચલા 4.8પ ટકાનાં સ્તરે આવી ગયો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક