• મંગળવાર, 30 એપ્રિલ, 2024

સુપ્રીમે શાહી ઈદગાહના સર્વે ઉપર સ્ટે લંબાવ્યો ઓગસ્ટના પહેલા 15 દિવસમાં થશે વધારે સુનાવણી

નવી દિલ્હી, તા. 15 : મથુરાની શાહી ઈદગાહ મસ્જિદને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના પહેલાના આદેશને ઓગસ્ટમાં આગામી સુનાવણી સુધી લંબાવી દીધો છે. સુપ્રીમના પહેલા આદેશ હેઠળ મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પાસે આવેલી મસ્જિદના સર્વે ઉપર રોક મૂકી દીધી હતી. આ ચુકાદો અદાલતની દેખરેખમાં સર્વેની મંજૂરી આપતા અલ્હાબાદ હાઇ કોર્ટના આદેશની વિરુદ્ધ હતો. સોમવારે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે આ મામલા ઉપર વિસ્તૃત સુનાવણી માટે ઓગસ્ટના પહેલા 15 દિવસમાં કેસ લિસ્ટેડ કરવાનો આદેશ આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટની બેંચે પોતાના 16 જાન્યુઆરીના આદેશને જારી રાખતા સંક્ષિપ્તમાં કહ્યું હતું કે આ મામલાને લઈને નોટિસ જારી કરવામાં આવશે. પાંચમી ઓગસ્ટ 2024થી શરૂ થનારા સપ્તાહમાં કેસને ફરીથી લિસ્ટેડ કરવામાં આવશે. આ દરમિયાન બન્ને પક્ષ તરફથી દલીલો પૂરી કરી દેવામાં આવશે અને વચગાળાનો આદેશ જારી રહેશે. સુનાવણીની આગામી તારીખે સુપ્રીમ કોર્ટ અન્ય સંબંધિત અરજીઓ ઉપર પણ વિચાર કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક