• સોમવાર, 27 મે, 2024

રાંચીમાં વિપક્ષોની મહારેલીમાં કોંગ્રેસ અને રાજદના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

એકબીજા પર ખુરશીઓ ફેંકી : કોંગ્રેસી ઉમેદવારના ભાઈને માથાંમાં થઈ ઈજા

રાંચી, તા. 21 : ઝારખંડની રાજધાનીમાં આજે મળેલી ઈન્ડિયા ગઠબંધનની મહારેલીમાં કોંગ્રેસ અને રાજદના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને જૂથોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી હતી.

ગઠબંધનના નેતાઓ લોકોને સંબોધિત કરતા હતા ત્યારે કોઈ વાતને લઈને રાજદ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. બંને જૂથના કાર્યકરોએ એકબીજા પર ખુરશીઓ અને ડંડા ફેંક્યા હતા. લોકો તેમજ સુરક્ષા કર્મચારીઓએ તેમને અટકાવવાના પ્રયાસ કર્યા હતા અને માંડ મામલો શાંત થયો હતો પણ આ બનાવમાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. સમાચાર એજન્સીએ આ ઘટનાનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

રાજદ કાર્યકરો ચતરાથી ઈન્ડિયા ગઠબંધનમાં જોડાયેલા કોંગ્રેસના ઉમેદવાર કે.એન. ત્રિપાઠીના જૂથ સાથે ટકરાયા હતા. તેમાં કે.એન. ત્રિપાઠીના ભાઈ ગોપાલ ત્રિપાઠીને માથાંમાં ઈજા થઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક