• સોમવાર, 27 મે, 2024

દેશને પરિવારવાદની રાજનીતિમાંથી મુક્ત કરવાનો સમય : મોદી

અલીગઢમાં પીએમની ચૂંટણી રેલી : કોંગ્રેસ અને સપા ઉપર શાબ્દિક પ્રહાર

અલીગઢ, તા. 22 : દેશમાં લોકસભા ચૂંટણી શરૂ થઈ ચૂકી છે. જેને લઈને તમામ દળો દ્વારા ધમધોકાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી પણ દરરોજ અલગ અલગ સ્થળોએ જનસંબોધન અને રેલીઓ કરી રહ્યા છે. સોમવારે પીએમ મોદી યુપીના અલીગઢમાં ચૂંટણી રેલી અને સંબોધન કર્યું હતું. રેલીમાં પીએમએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે વર્તમાન સમય દેશને પરિવારવાદની રાજનીતિથી મુક્ત કરવાનો સમય છે. દેશથી મોટું કંઈ નથી. એટલે તમામ કામ છોડીને લોકો મતદાન કરે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે અલીગઢમાં  પરિવારવાદ, ભ્રષ્ટાચારની ફેકટરીને તાળુ લાગ્યું છે અને બન્ને શહેઝાદા (રાહુલ, અખિલેશ)ને હજી સુધી ચાવી મળી શકી નથી. પીએમએ સંબોધનમાં કહ્યું હતું કે મોદી રાજમાં બોમ્બનો ખોફ ખતમ થયો છે. પહેલા જમ્મુમાં અલગતાવાદી શાનથી જીવતા હતા. હવે સીરિયા બોમ્બ વિસ્ફોટ ઉપર ફુલ સ્ટોપ લાગ્યો છે. પહેલા અજાણી વસ્તુઓથી દુર રહેવાની એડ આવતી હતી. હવે આ તમામ પ્રવૃતિ ઉપર પૂર્ણવિરામ લાગ્યું છે. આ ચૂંટણી ભ્રષ્ટાચારથી મુક્ત થવાની ચૂંટણી છે. એટલે તડકો નિકળે તે પહેલા જ મત આપી દેવો જોઈએ કારણ કે એક એક મતનું મહત્ત્વ છે. હવે દેશને ભ્રષ્ટાચારથી પૂરી રીતે મુક્ત કરવાનો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક